RBI ગવર્નર અને બેંકના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, નાણાકીય વ્યવસ્થાને મજબૂત કરવા પર અપાયો ભાર

આ મહત્વપૂર્ણ બેઠકોમાં આરબીઆઈ ગવર્નરે બેંકોના મેનેજિંગ ડિરેક્ટર્સ અને સીઈઓને જોખમ ટાળવા માટે હંમેશા સતર્ક રહેવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન ડેપ્યુટી ગવર્નર એમ.કે. જૈન, એમ. રાજેશ્વર રાવ અને ટી. રવિશંકર પણ હાજર હતા.

RBI ગવર્નર અને બેંકના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, નાણાકીય વ્યવસ્થાને મજબૂત કરવા પર અપાયો ભાર
RBI Governor - Shaktikant Das
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 11:56 PM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India)ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikant Das) મંગળવારે દેશની સરકારી અને ખાનગી બેંકોના ઉચ્ચ અધિકારીઓ સાથે અલગ-અલગ બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મહત્વપૂર્ણ બેઠકોમાં આરબીઆઈ (RBI) ગવર્નરે બેંકોના મેનેજિંગ ડિરેક્ટર્સ અને સીઈઓને જોખમ ટાળવા માટે હંમેશા સતર્ક રહેવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન ડેપ્યુટી ગવર્નર એમ.કે. જૈન, એમ. રાજેશ્વર રાવ અને ટી. રવિશંકર પણ હાજર હતા.

મીટિંગ દરમિયાન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે બેંકિંગ ક્ષેત્રની સુધારેલી નાણાકીય અને ઓપરેશનલ સુગમતાને સ્વીકારી હતી જે નાણાકીય સ્થિરતાને મજબૂતી આપે છે. તેમણે આર્થિક પ્રવૃત્તિઓના પુનરુત્થાનમાં બેંકોને જરૂરી સમર્થન આપવાનું ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ગવર્નરે બેંક અધિકારીઓને કોઈપણ સંકટ માટે સતર્ક રહેવાની સલાહ આપી 

બેઠક દરમિયાન, ગવર્નરે બેંકોને સલાહ આપી હતી કે બેંકોની કોઈપણ પ્રકારની આર્થિક નબળાઈઓના કોઈપણ ખતરા પ્રત્યે સતર્ક રહેવું અને જોખમોને ઘટાડવા માટે સમયસર ઉપચારાત્મક પગલાં લેવા. તેમણે બેંકોના અધિકારીઓને માત્ર તેમની સંસ્થાઓ વિશે જ નહીં પરંતુ સમગ્ર દેશની નાણાકીય વ્યવસ્થાની સ્થિરતા જાળવવામાં યોગદાન આપવા જણાવ્યું હતું.

તમામ બેંકોને સાથે મળીને કામ કરવાની અપીલ

આરબીઆઈ ગવર્નરે કહ્યું કે માત્ર પોતાની બેંકને મજબૂત કરવાને બદલે અધિકારીઓએ તેમની ક્ષમતા અનુસાર કેટલાક જરૂરી સૂચનો પણ આપવા જોઈએ, જેનાથી તમામ બેંકોની નાણાકીય વ્યવસ્થા મજબૂત થશે અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમામ બેંકો સાથે મળીને કામ કરશે.

શક્તિકાંત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાયો

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે RBI ગવર્નર શક્તિકાંત દાસને લઈને મોટો નિર્ણય લીધો હતો. સરકારે ગુરુવારે શક્તિકાંત દાસનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ લંબાવવાનો નિર્ણય લીધો હતો. હવે તેઓ વર્ષ 2024 સુધી રિઝર્વ બેંકના ગવર્નર રહેશે.

વર્ષ 2018 માં આરબીઆઈ ગવર્નર તરીકે નિયુક્તિ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 11 ડિસેમ્બર, 2018 ના રોજ શક્તિકાંત દાસને ત્રણ વર્ષ માટે આરબીઆઈના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા. આરબીઆઈ ગવર્નર બનતા પહેલા તેઓ નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના સચિવ તરીકે ફરજ બજાવતા હતા.

આ પણ વાંચો: રક્ષા મંત્રાલયે 7,965 કરોડ રૂપિયાના હથિયારો અને સૈન્ય ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી, સેનાની તાકાતમાં થશે વધારો

આ પણ વાંચો: દેશમાં રેકોર્ડ ઉત્પાદન છતાં ખાંડ કેમ મોંઘી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">