દેશમાં રેકોર્ડ ઉત્પાદન છતાં ખાંડ કેમ મોંઘી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

છેલ્લા ત્રણ મહિનામાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો પાંચ રૂપિયાનો વધારો થયો છે. હવે સવાલ એ થાય છે કે દેશમાં ખાંડના ભાવ વધવા પાછળનું કારણ શું છે. ખાંડની કિંમત પાછળનું કારણ ખાંડનું ઓછું ઉત્પાદન નથી.

દેશમાં રેકોર્ડ ઉત્પાદન છતાં ખાંડ કેમ મોંઘી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Sugar Price
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 6:17 PM

છેલ્લા કેટલાક સમયથી દેશમાં મોંઘવારી ઝડપથી વધી છે. પેટ્રોલ અને ડીઝલથી લઈને શાકભાજીના ભાવમાં વધારો થયો છે. દેશભરમાં ખાંડ (Sugar) પણ મોંઘી થઈ ગઈ છે. છેલ્લા ત્રણ મહિનામાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો પાંચ રૂપિયાનો વધારો થયો છે. હવે સવાલ એ થાય છે કે દેશમાં ખાંડના ભાવ વધવા પાછળનું કારણ શું છે. તો અમે તમને જણાવીએ કે ખાંડની કિંમત પાછળનું કારણ ખાંડનું ઓછું ઉત્પાદન નથી. આ સમયગાળા દરમિયાન દેશમાં ખાંડનું વિક્રમી ઉત્પાદન થયું છે. તો પછી શું છે કારણ, ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.

ખાંડના ભાવમાં કેટલો વધારો થયો ?

કન્ઝ્યુમર અફેર્સ વિભાગ (Department of Consumer Affairs)ના ડેટા અનુસાર, દેશમાં 26 ઓક્ટોબર 2021 ના રોજ ખાંડની કિંમત 43 રૂપિયા પ્રતિ કિલો છે. અગાઉ 26 જુલાઈ 2021ના રોજ ખાંડની કિંમત 38 રૂપિયા પ્રતિ કિલો હતી. એટલે કે ખાંડના ભાવમાં પ્રતિ કિલો પાંચ રૂપિયાનો વધારો થયો છે. દેશમાં ખાંડના રેકોર્ડ ઉત્પાદન છતાં ભાવમાં આ વધારો થયો છે. તેનું કારણ એ છે કે ખાંડની મિલોએ મોટા પ્રમાણમાં તેની નિકાસ કરી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

સુગર મિલોએ કુલ 72 લાખ ટન ખાંડ વિદેશમાં મોકલી છે. આ માટે સરકારે કંપનીઓને લગભગ 8,000 કરોડની સબસિડી આપી છે. આ સબસિડી મિલોને વિદેશમાં ખાંડની નિકાસના ખર્ચને પહોંચી વળવા માટે આપવામાં આવી છે. હવે સરકારે તેના ભાવમાં વધારો કર્યો છે.

વૈશ્વિક સ્તરે પણ ખાંડ બજારમાં મુશ્કેલી

તમને જણાવી દઈએ કે વૈશ્વિક સ્તરે પણ ખાંડના બજાર પર દબાણ વધી રહ્યું છે. તેમના મતે વૈશ્વિક સ્તરે ઊર્જાની અછત ખાંડના બજાર પર બોજ લાવી રહી છે. વિશ્વના ટોચના નિકાસકારો હવે વધુ શેરડીને ઇથેનોલમાં રૂપાંતરિત કરી રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર મહિનામાં વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ ચાર વર્ષના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. તેનું કારણ પુરવઠામાં અછત છે. તેના કારણે મેગ્નેશિયમથી લઈને ટામેટા સુધીના કોમોડિટી માર્કેટમાં સમસ્યા સર્જાઈ છે. તેલના ભાવમાં મોંઘવારીનો સામનો કરી રહેલા બ્રાઝિલ અને ભારત હવે શેરડી કરતાં વધુ ઇથેનોલનું ઉત્પાદન કરી રહ્યા છે.

આ પણ વાંચો: Afghanistan : રાજધાની કાબુલની હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ, આત્મઘાતી હુમલામાં 15 લોકોના મોત

આ પણ વાંચો: PMFBY: વર્ષ 2020-21માં પાક વીમા માટે 9,570 કરોડ રૂપિયાના દાવા, ગત વર્ષની સરખામણીએ 60 ટકા ઓછા

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">