AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દેશ પર વર્ષના પહેલાં વાવાઝોડાનું તોળાઈ રહ્યું છે સંકટ, સપ્ટેમ્બરના અંતમાં વાવાઝોડાની શક્યતા, જુઓ Video

સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું 'અર્ણવ' ત્રાટકવાની શક્યતા છે. એક મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે 24 સપ્ટેમ્બર સુધીમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

Breaking News : દેશ પર વર્ષના પહેલાં વાવાઝોડાનું તોળાઈ રહ્યું છે સંકટ, સપ્ટેમ્બરના અંતમાં વાવાઝોડાની શક્યતા, જુઓ Video
| Updated on: Sep 19, 2026 | 7:01 PM
Share

સપ્ટેમ્બર મહિનાના અંતમાં દેશમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં બંગાળની ખાડીમાં એક મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમને કારણે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા પણ સિસ્ટમની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

થાઈલેન્ડ અને મ્યાનમારના આસપાસના વિસ્તારમાં ચક્રવાતી પરિભ્રમણ

હાલમાં થાઈલેન્ડ અને મ્યાનમારના આસપાસના વિસ્તારમાં ચક્રવાતી પરિભ્રમણ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ સિસ્ટમ આજે સાંજ સુધીમાં ઉત્તર આંદામાન વિસ્તારમાં પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ તે બંગાળની ખાડીના મધ્ય ભાગ તરફ આગળ વધી શકે છે. સિસ્ટમ બન્યા બાદના આગામી ત્રણથી ચાર દિવસ તેના વિકાસ માટે મહત્વપૂર્ણ રહેશે.

હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ, આ સિસ્ટમ 22 સપ્ટેમ્બર સુધીમાં ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. ત્યારબાદ તેની ગતિ અને સ્થિતિને આધારે તે વધુ મજબૂત બને અને 24 સપ્ટેમ્બરની આસપાસ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, વાવાઝોડું બનશે કે નહીં અને તેની દિશા શું રહેશે તે અંગે આગામી દિવસોમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે, તો તેનું નામ ‘અર્નવ’ રાખવામાં આવશે. આ નામ બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવ્યું છે. જોકે, હાલ કોઈપણ પ્રકારની ગભરાટની જરૂર નથી. ભારતીય હવામાન વિભાગ સિસ્ટમની સતત દેખરેખ કરી રહ્યું છે અને તેની સ્થિતિમાં થતા ફેરફારો અંગે જરૂરી માહિતી સમયાંતરે જાહેર કરશે.

આ સિસ્ટમની અસરના કારણે દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચાલુ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા વચ્ચે આ સિસ્ટમના કારણે ચોમાસાની વિદાયની ગતિ ધીમી પડી શકે છે. ખાસ કરીને દેશના કેટલાક ભાગોમાં સપ્ટેમ્બરના અંત સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમને પગલે દક્ષિણ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં સિસ્ટમ વધુ મજબૂત બને છે કે નહીં અને તેની દિશા કઈ તરફ રહે છે તેના આધારે વરસાદની સ્થિતિમાં પણ ફેરફાર થઈ શકે છે.

હાલ લોકો માટે સૌથી મહત્વની બાબત એ છે કે હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ અને ચેતવણીઓ પર નજર રાખવી. સિસ્ટમની સ્થિતિ અંગે આગામી 2થી 4 દિવસમાં વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.

પેટ્રોલ પંપોનો UPI ચાર્જનો વિરોધ, 15 ઓક્ટોબરથી UPI બંધ કરવાની વિચારણા, જુઓ Video

Follow Us
રાજકોટમાં દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ ! Video
રાજકોટમાં દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ ! Video
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
g clip-path="url(#clip0_868_265)">