Air India ફ્લાઈટની હાઈડ્રોલિક્સ સિસ્ટમ ફેલ, કોચી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર

એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન શારજાહથી આવી રહ્યું હતું. લેન્ડિંગ સમયે ફ્લાઇટના હાઇડ્રોલિક્સમાં સમસ્યા સર્જાઈ હતી. હાઇડ્રોલિક્સ વારંવાર ઉપર અને નીચે થઈ રહ્યું હતું. જે બાદ કોચી એરપોર્ટ પર થોડા સમય માટે ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

Air India ફ્લાઈટની હાઈડ્રોલિક્સ સિસ્ટમ ફેલ, કોચી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 8:59 AM

એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે થોડા સમય માટે ઈમરજન્સી જાહેર કરવી પડી હતી. મળતી માહિતી મુજબ, જ્યારે ફ્લાઈટ લેન્ડ થઈ રહી હતી ત્યારે હાઈડ્રોલિક્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે રવિવારે રાત્રે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થોડા સમય માટે સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ પ્લેન શારજાહથી આવ્યું હતું.

એરપોર્ટ પર રાત્રે 8 વાગ્યેને 4 મીનિટે સંપૂર્ણ ઈમરજન્સી

એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ IX 412ના તમામ 183 મુસાફરો અને છ ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર રાત્રે 8 વાગ્યેને 4 મીનિટે સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી, પરંતુ કોઈ રનવે બ્લોક કરવામાં આવ્યો ન હતો અને કોઈ ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો: એર ઈન્ડિયાની ફલાઇટમાં ફરી શરમજનક ઘટના ! મહિલા મુસાફરના ભોજનમાં કાંકરા મળ્યા

Photos : મલાઈકા અરોરાએ તડકામાં કર્યા યોગ, આ તસવીરે ખેંચ્યું લોકોનું ધ્યાન
Vastu Tips : ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
70 દિવસ પછી તેજિંદર બગ્ગા Bigg Bossના ઘરમાંથી આઉટ થયો
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Video : વિરાટ કોહલીના શર્મનાક પ્રદર્શન બાદ ડ્રેસિંગ રૂમમાં ગંભીરે કર્યું આવું
આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ ભાત ! જાણો કેમ?

પ્લેન સામાન્ય રીતે લેન્ડ થયું હતું

તેમણે વધુમાં જણાવ્યું કે, રાત્રે 8.36 વાગ્યે ઈમરજન્સી આદેશ પરત લેવામાં આવ્યો હતો અને હવાઈ કામગીરી સામાન્ય જાહેર કરવામાં આવી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ બાદમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્લેન તેના નિર્ધારિત સમયે (રાત્રે 8.34 કલાકે) સામાન્ય રીતે લેન્ડ થયું હતું અને પાઈલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ઈમરજન્સી વિશે જાણ કરી ન હતી.

હાઈડ્રોલિક પ્રેશર સિસ્ટમમાં સર્જાઈ હતી ખામી

પ્રવક્તાએ એ પણ જણાવ્યું હતું કે, શારજાહથી કોચી આવનાર ફ્લાઈટ ઈમરજન્સીમાં લેન્ડ થઈ નથી. તેમણે કહ્યું કે પાઈલટે હાઈડ્રોલિક પ્રેશર સિસ્ટમ ઉપર અને નિચે થયા બાદ સાવચેતીના પગલા તરીકે ATCને જાણ કરી હતી.

ગયા વર્ષે પણ ટેકનીકલ ખામી સર્જાઈ હતી

ગયા વર્ષે પણ 22 જુલાઈએ એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે દુબઈ-કોચી ફ્લાઈટના 180 મુસાફરોને કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. આ તમામ મુસાફરો દુબઈ-કોચી ફ્લાઈટમાં ચઢ્યા હતા, જેમાં ટેકનિકલ ખામી સામે આવી હતી.

ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી

એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી હોવાની જાણ થતાં દુબઈ-કોચી ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે, આ પછી, મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તમામ મુસાફરો સુરક્ષિત રીતે કેરળના કોચીન એરપોર્ટ પહોંચ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">