પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધશે ? કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહી આ વાત
ક્રૂડ ઓઈલ 139.13 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના વધી ગઈ છે.
રશિયા-યુક્રેન યુદ્ધની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. સોમવારે યુરોપે રશિયા (Russia) પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવાની ધમકી આપી હતી. આ પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (Crude oil) 17.89 % વધીને 118.11 ડોલરની સપાટીએ જઈને 139.13 ડોલર થઈ ગયો છે. 13 વર્ષ અને 8 મહિના પછી ક્રૂડનો ભાવ સર્વોચ્ચ સ્તરે છે. 24 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું. ત્યારે ક્રૂડ 96.84 ડોલર પ્રતિ બેરલ હતું. દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે 2 નવેમ્બર 2021 પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Petrol diesel prices) વધારો થયો નથી. આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરીનું (Hardeep Singh Puri ) નિવેદન સામે આવ્યું છે.
“હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે ચૂંટણીના કારણે અમે ભાવ વધાર્યા નથી. એવુ કહેવું ખોટું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેલની કિંમતો અંગે કંપનીઓએ નિર્ણય લેવો પડશે, કારણ કે તેમણે પણ બજારમાં ટકી રહેવાનું છે. આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરવામાં આવે છે.
Oil prices are determined by global prices. There is a war-like situation in one part of the country. The oil companies will factor that in. We will take decisions in the best interest of our citizens: Hardeep Singh Puri, Union Minister for Petroleum and Natural Gas pic.twitter.com/1B6evFkJTl
— ANI (@ANI) March 8, 2022
ટાંકી ભરાવાથી શુ થશે ?
હરદીપ સિંહ પુરીએ, રાહુલ ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ કે, એક અમારા યુવા નેતા છે. તેઓ કહે છે કે તમારા વાહનની ટાંકી જલ્દીથી ભરી લો, ચૂંટણી પૂરી થઈ ગઈ છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તેલના ભાવ વધવાના હોવાથી ટાંકીઓ ભરવી જોઈએ. હરદીપ સિંહે કહ્યું, અત્યારે ટાંકી ભરો કે પછીથી ભરો. ક્યારેકને ક્યારેક તો ચૂંટણી આવવાની જ છે ને.
યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને સુરક્ષિત લવાઈ રહ્યા છે
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ભારતમાં તેલની કોઈ અછત નહીં થાય. હવે પછી પણ જે પણ નિર્ણયો લેવાશે તે નાગરિકોના હિતમાં લેવાશે. તેમણે કહ્યું કે ખાર્કિવ અને પિશોચિનમાંથી તમામ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે સુમીમાં 700 જેટલા વિદ્યાર્થીઓ હતા. તેઓ ત્યાંથી નીકળીને બસ મારફતે પોલ્ટોવા પણ જઈ રહ્યા છે. બાકીના તમામ બાળકોને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવામાં આવશે.
આ પણ વાંચોઃ
કોરોના મહામારી બાદ હવે ભારતની અર્થવ્યવસ્થા ફરીથી વેગ પકડી રહી છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આ પણ વાંચોઃ