AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના મહામારી બાદ હવે ભારતની અર્થવ્યવસ્થા ફરીથી વેગ પકડી રહી છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

એસ્પિરેશનલ ઇકોનોમી માટે વિકાસ અને ફાઇનાન્સિંગ' વિષય પર એક વેબિનારને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આ વખતે કેન્દ્રીય બજેટમાં ઝડપી વૃદ્ધિને ચાલુ રાખવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.

કોરોના મહામારી બાદ હવે ભારતની અર્થવ્યવસ્થા ફરીથી વેગ પકડી રહી છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
PM Narendra Modi - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 5:04 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) મંગળવારે જણાવ્યું હતું કે કોરોના વાયરસ (Corona Virus) રોગચાળા પછી ભારતની અર્થવ્યવસ્થા ફરીથી વેગ પકડી રહી છે અને તે આર્થિક ક્ષેત્રમાં સરકારના નિર્ણયોનું પ્રતિબિંબ છે અને દેશની અર્થવ્યવસ્થાનો મજબૂત પાયો છે. ‘એસ્પિરેશનલ ઇકોનોમી માટે વિકાસ અને ફાઇનાન્સિંગ’ વિષય પર એક વેબિનારને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આ વખતે કેન્દ્રીય બજેટમાં ઝડપી વૃદ્ધિને ચાલુ રાખવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, સો વર્ષમાં સૌથી મોટી મહામારી વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા ફરી ગતિ પકડી રહી છે. આ આપણા આર્થિક નિર્ણયોનું પ્રતિબિંબ છે અને આપણા અર્થતંત્રનો મજબૂત પાયો છે.

બજેટમાં સરકારે ઝડપી વૃદ્ધિની માટે અનેક પગલાં લીધા

વડાપ્રધાને કહ્યું કે આ બજેટમાં સરકારે ઝડપી વૃદ્ધિની આ ગતિને ચાલુ રાખવા માટે અનેક પગલાં લીધા છે. તેમણે જણાવ્યું કે, અમારો હેતુ વિદેશી મૂડી પ્રવાહને પ્રોત્સાહિત કરીને, માળખાકીય રોકાણો પરના કરને ઘટાડીને, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF), GIFT સિટી અને નવી નાણાકીય વિકાસ સંસ્થાઓ (DFIs) જેવી સંસ્થાઓની રચના કરીને નાણાકીય અને આર્થિક વૃદ્ધિને વેગ આપવાનો પ્રયાસ કર્યો છે.

વડાપ્રધાને કહ્યું હતું કે ફાઇનાન્સમાં ડિજિટલ ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા હવે આગલા સ્તરે પહોંચી રહી છે અને આ ક્રમમાં 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેન્કિંગ એકમોની સ્થાપના અને સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી સરકારના વિઝનને રજૂ કરે છે. તેમણે કહ્યું કે 21મી સદીના ભારતની પ્રગતિને વેગ આપવા માટે દેશની પ્રાથમિકતામાં નાણાકીય સંસ્થાઓની ભાગીદારી મહત્વપૂર્ણ છે.

‘આત્મનિર્ભર ભારત અભિયાન’ નો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે અન્ય દેશો પર આપણા દેશની નિર્ભરતા ઓછી થવી જોઈએ અને તેનાથી સંબંધિત પ્રોજેક્ટને ધિરાણ આપવા માટે કયા અલગ-અલગ મોડલ્સ બનાવી શકાય તે અંગે વિચાર-મંથન જરૂરી છે. ડ્રોન, અવકાશ અને ભૂ-વિશેષ ક્ષેત્રોમાં સરકારના નિર્ણયોને ગેમ ચેન્જર્સ તરીકે ગણાવતા વડાપ્રધાને ભારતને વિશ્વના ટોચના ત્રણ દેશોમાં સ્થાન મેળવવા માટે આ ક્ષેત્રોમાં કામ કરવા હાકલ કરી હતી.

આ પણ વાંચો : Happy Women’s Day 2022: મહિલા સશક્તિકરકણને પ્રોત્સાહન, સરકાર દ્વારા ચલાવવામાં આવે છે મહિલાઓ માટે ખાસ યોજનાઓ

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે BSFનું નવું મિશન ‘સીમા ભવાની’ શરૂ, 36 સભ્યો 5,280 KMની મુસાફરી કરશે, જુઓ તસવીરો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">