Uttar Pradesh: ચૂંટણી પરિણામ પહેલા અખિલેશ યાદવે ચૂંટણી પંચને લખ્યો પત્ર, જાણો શું છે મામલો

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીએ સમાજવાદી પાર્ટીને સમર્થન આપ્યું હતું. તેમણે લખનૌમાં અખિલેશ યાદવની તરફેણમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

Uttar Pradesh: ચૂંટણી પરિણામ પહેલા અખિલેશ યાદવે ચૂંટણી પંચને લખ્યો પત્ર, જાણો શું છે મામલો
Mamta Banerjee and Akhilesh YadavImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 4:40 PM

Uttar Pradesh: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP election 2022)ના પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવશે અને આ વખતે મુખ્ય સ્પર્ધા ભારતીય જનતા પાર્ટી (BJP) અને સમાજવાદી પાર્ટી (samajwadi party) વચ્ચે માનવામાં આવી રહી છે. ચૂંટણી પરિણામો પહેલા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. અખિલેશ યાદવે વારાણસીની મુલાકાત દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે અભદ્રતા અને મારપીટની ફરિયાદને લઈને ચૂંટણી પંચને પત્ર લખ્યો છે.

અખિલેશ યાદવે આરોપ લગાવ્યો છે કે હજુ સુધી દોષિતો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અખિલેશ યાદવે આ મામલે તાત્કાલિક નિર્ણય લઈને વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

પશ્ચિમ બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી રાજ્યમાં ચૂંટણીની વચ્ચે બનારસ પહોંચ્યા હતા. જ્યાં અનેક સંગઠનોએ મમતા બેનર્જીનો વિરોધ કર્યો હતો. આ સંદર્ભમાં 4 માર્ચ, 2022ના રોજ એસપીના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને ફરિયાદ કરી હતી. આ પત્રમાં એસપીએ આરોપ લગાવ્યો હતો કે મમતા બેનર્જીને Z+ શ્રેણીની સુરક્ષા મળી છે અને તેમના વારાણસી પ્રવાસનું શેડ્યૂલ પોલીસ અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રને મોકલવામાં આવ્યું છે. પરંતુ તેમની મુલાકાત દરમિયાન તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

યુપી સરકારે સુરક્ષા આપી નથી

તેના પત્રમાં સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને પૂરતી સુરક્ષા આપવામાં આવી નથી. બનારસમાં લોકોએ લગભગ 30 મિનિટ સુધી પોલીસકર્મીઓની સામે મમતા બેનર્જીનો વિરોધ કર્યો. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે બધું જ પૂર્વ આયોજિત હતું. તેથી વિરોધ કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

મમતા બેનર્જીએ સમાજવાદી પાર્ટીને સમર્થન આપ્યું છે

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીએ સમાજવાદી પાર્ટીને સમર્થન આપ્યું હતું. તેમણે લખનૌમાં અખિલેશ યાદવની તરફેણમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને બાદમાં તેમણે વારાણસીમાં સમાજવાદી પાર્ટી માટે રેલી યોજી હતી. રાજ્યમાં સમાજવાદી પાર્ટીનું ટીએમસી સાથે ગઠબંધન હતું. ગયા વર્ષે બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ ટીએમસીને સમર્થન આપ્યું હતું. જો કે, એસપી ચીફે બંગાળમાં ટીએમની તરફેણમાં પ્રચાર કર્યો ન હતો.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે BSFનું નવું મિશન ‘સીમા ભવાની’ શરૂ, 36 સભ્યો 5,280 KMની મુસાફરી કરશે, જુઓ તસવીરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">