રાજસ્થાનમાં ફિઝિયોથેરાપી સેન્ટરના લેડીઝ ટોયલેટમાંથી મળ્યો હિડન કેમેરા, મહિલાની ફરિયાદ બાદ પોલીસે ડૉક્ટરની કરી ધરપકડ
રાજસ્થાનના સીકર ખાતે આવેલા એક ફિઝિયોથેરાપી સેન્ટરના ટોયલેટમાંથી એક હિડન કેમેરો મળી આવ્યો છે. કેન્દ્રના ડૉક્ટરે પોતે લેડીઝ ટોયલેટમાં આ કેમેરા લગાવ્યો હતો. સેન્ટરમાં કામ કરતી એક યુવતીને શંકા ગઈ અને તેણે પહેલા તેના પરિવારને જાણ કરી અને પછી પરિવારે પોલીસને જાણ કરી.
રાજસ્થાનના સીકર ખાતે આવેલા એક ફિઝિયોથેરાપી સેન્ટરના ટોયલેટમાંથી એક હિડન કેમેરો મળી આવ્યો છે. કેન્દ્રના ડોક્ટરે પોતે લેડીઝ ટોયલેટમાં આ કેમેરા લગાવ્યો હતો. સેન્ટરમાં કામ કરતી એક યુવતીને શંકા ગઈ અને તેણે પહેલા તેના પરિવારને જાણ કરી અને પછી પરિવારે પોલીસને જાણ કરી. ત્યારે આ માહિતીના આધારે પોલીસે ફિઝિયોથેરાપી સેન્ટરમાં દરોડો પાડતાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે ડોક્ટર પાસેથી ચાર-પાંચ પેનડ્રાઈવ, મેમરી કાર્ડ, બે હિડન કેમેરા અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી છે.
પેન ડ્રાઈવમાં ડઝનબંધ મહિલાઓના અશ્લીલ વીડિયો ફૂટેજ મળી આવ્યા છે. આ ખુલાસા બાદ પોલીસે આરોપી ડૉક્ટરને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે ડૉક્ટરે આ વીડિયો ફૂટેજ કોઈ પોર્નોગ્રાફિક વેબસાઈટને વેચ્યા હશે. આવી સ્થિતિમાં પોલીસે દરેક સંભવિત એંગલથી કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. આ માટે પોલીસે આરોપી ડોક્ટરનો મોબાઈલ ફોન અને લેપટોપને જપ્ચ કરી લીધુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે તેના સેન્ટરમાં આવતી મહિલાઓને સેમ્પલ ટેસ્ટિંગ અને અન્ય બહાને ટોઇલેટમાં મોકલતો હતો.
દરરોજ સવારે ટોયલેટમાં બદલતો હતો કેમેરા
આ શૌચાલયમાં પહેલેથી જ હિડન કેમેરા લગાવવામાં આવ્યો હોવાથી મહિલાઓનો આખો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. પોલીસને આપેલી ફરિયાદમાં યુવતીએ કહ્યું કે, રોજ સવારે આરોપી ડૉક્ટર સેન્ટરમાં આવતાની સાથે જ તેણે સૌથી પહેલું કામ લેડીઝ ટોયલેટમાં કર્યું અને પહેલાથી લગાવેલા કેમેરાને હટાવીને બીજો કેમેરો લગાવ્યો. જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે ટોયલેટની બહાર લીધેલા કેમેરામાંથી તમામ વીડિયો ફૂટેજ પોતાના લેપટોપમાં ટ્રાન્સફર કરી લેતો હતો. આ પછી આરોપી આ ફૂટેજને લેપટોપમાંથી પેનડ્રાઈવ કે મેમરી કાર્ડમાં સેવ કરતો હતો. પોલીસને શંકા છે કે આરોપી વધુ સારા ફૂટેજને કેટલીક પોર્નોગ્રાફિક સાઇટ પર વેચતો હતો.
પોલીસ હાથ ધરી વધુ તપાસ
વિસ્તાર અધિકારી દિલીપ મીણાના જણાવ્યા અનુસાર, આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી આવી ઘણી પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ કબજે કર્યા છે, જે અશ્લીલ વીડિયોથી ભરેલા છે. આ તમામ વીડિયો સેન્ટરના ટોયલેટમાં લગાવેલા છુપા કેમેરાથી શૂટ કરવામાં આવ્યા છે. તેણે કહ્યું કે પોલીસ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે આરોપી કેટલા સમયથી આવા કૃત્યો કરી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં કેટલી મહિલાઓના વીડિયો શૂટ કર્યા છે? તેવી જ રીતે પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ તમામ વીડિયોમાં આરોપી શું કરતો હતો? શું તે શક્ય છે કે આરોપી તેને કોઈ અશ્લીલ સાઈટ પર વેચી રહ્યો હોય?