તમે પણ વેબસાઈટ અને એપ્લીકેશનના માધ્યમથી પુલવામામાં શહીદ થયેલાં જવાનોના પરિવારોને આ રીતે કરી શકો છો મદદ
2017ના વર્ષમાં ભારત સરકાર દ્વારા www.bharatkeveer.gov.in વેબસાઈટ અને આ જ નામ પર એક મોબાઈલ એપ્લીકેશનનું લોંચિગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઈટ પર જઈને કે મોબાઈલ એપ્લીકેશન પર જઈને ઓનલાઈન શહીદો માટે સીધી જ મદદ પહોંચાડી શકાય છે. ડોનેશન મોકલવા માટે આ સ્ટેપને અનુસરો: 1. www.bharatkeveer.gov.in વેબસાઈટ પર જાવ અથવા આ નામની એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોરમાંથી […]
2017ના વર્ષમાં ભારત સરકાર દ્વારા www.bharatkeveer.gov.in વેબસાઈટ અને આ જ નામ પર એક મોબાઈલ એપ્લીકેશનનું લોંચિગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઈટ પર જઈને કે મોબાઈલ એપ્લીકેશન પર જઈને ઓનલાઈન શહીદો માટે સીધી જ મદદ પહોંચાડી શકાય છે.
ડોનેશન મોકલવા માટે આ સ્ટેપને અનુસરો: 1. www.bharatkeveer.gov.in વેબસાઈટ પર જાવ અથવા આ નામની એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. 2. બાદમાં વેબસાઈટ પર જશો તેમાં ઉપરના ભાગે Contribute to નામનો વિકલ્પ જોવા મળશે અને જેમાં Braveheart નામના વિકલ્પ પર ક્લીક કરવાનું રહેશે. 3. આ પછી બધા શહીદોના નામ સાથે તેમની ડિટેલ્સ ખુલશે અને તેમાં તમારે ઉપરના ભાગે I Would like to donate પર કલીક કરવાનું રહેશે. 4. બાદમાં જેટલી રકમ તમે મોકલવા માગતા હોય તે ભરવાની રહેશે અને બાદમાં તમારું નામ, મોબાઈલ નંબર, રકમની માહિતી ભરવાની રહેશે. 5. બાદમાં Generate OTP પર કલીક કરવાથી એક મેસેજ આવશે જે તમારે નાખવાનો રહેશે અને બાદમાં છેલ્લે એક Thank You નો મેસેજ દેખાડશે સાથે એક સર્ટિફિકેટ ઓનલાઈન જનરેટ થશે જેમાં તમારું નામ અને આપેલી મદદની વિગત હશે.
Paytmથી કેવી રીતે મદદ કરશો?
Paytmના માધ્યમથી પણ શહીદ થયેલાં સૈનિકોના પરિવારોને મદદ પહોંચાડી શકાય છે. પેટીએમથી મદદ પહોંચાડવા માટે તમારે મોબાઈલ રિચાર્જ અને લાઈટબીલ પેમેન્ટના જ્યાં ઓપ્શન છે ત્યાં એક હાલ એક નવું ઓપ્શન હશે CRPF Braveheartના નામનું ત્યાં જઈને તમે તમારી વિગતો નાખીને સૈનિકોને મદદ પહોંચાડી શકો છો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]