Gyanvapi: આજે શું કરવાના હતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ, કેમ જરૂર પડી નજરકેદ કરવાની?
વારાણસી (Varansi) જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં શિવલિંગ પાસે પૂજા અર્ચનાની ઘોષણા વચ્ચે સાધુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદના મઠની બહાર પોલીસ ખડકી દેવામાં આવી હતી. તેઓ બહાર ન આવે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
Gynavapi Masjid case: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) પરિસરમાં કથિત રીતે આવેલા શિવલિંગની પૂજા અર્ચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઘોષણા બાદ સાધુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદના મઠની બહાર પોલીસ (Police)ખડકી દેવામાં આવી છે. (SwamiAvimukteswaranand) તેઓ મઠની બહાર ન આવે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના શિષ્ય અવિમુક્તેશ્વરાનંદે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ 4 જૂને જ્ઞાનવાપી મસ્જિદમાં મળી આવેલા ભગવાન શિવજીના શિવલિંગની પૂજા કરશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે જો પ્રશાસન તેમને પૂજા કરતા રોકશે તો તેઓ શંકરાચાર્યને જાણ કરશે અને ત્યારબાદ શંકરાચાર્ય દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો તેમના દ્વારા અમલ કરવામાં આવશે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વારાણસીના શ્રી વિદ્યામઠમાં પત્રકારોને જણાવ્યું હતું કે ધર્મના મુદ્દે ધર્માચાર્યોનો નિર્ણય અંતિમ હોય છે. તેમણે કહ્યું કે જેમ સુપ્રીમ કોર્ટ કાયદાનું અર્થઘટન કરે છે, તેવી જ રીતે કોઈ પણ ધર્મની વ્યાખ્યા ધર્માચાર્ય જ કરે છે. તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં સૌથી મોટા આચાર્ય શંકરાચાર્ય હોય છે. જેમાં સૌથી વરિષ્ઠ સ્વરૂપાનંદ સરસ્વતી છે.
આજે પૂજા કરવાની કરી હતી જાહેરાત
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના જણાવ્યા પ્રમાણે જ્ઞાનવાપી પૂજા કરવાની તેમણે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 4 જૂન, શનિવારના રોજ અમે હિન્દુ સમાજ વતી શિવલિંગનું પૂજન કરીશું. પ્રશાસન દ્વારા તેમને પૂજા કરતા રોકવાના પ્રશ્ન પર અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે કે અમે પ્રશાસનને સહકાર આપીએ છીએ. જનતાના સહયોગ માટે જ સરકાર સ્થપાતિ હોય છે.
વીડિયોગ્રાફીનો ઓર્ડર
વારાણસીની અદાલતે જ્ઞાનવાપી સંકુલમાં વીડિયોગ્રાફી સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો અને જેમાં હિન્દુ પક્ષે શિવલિંગ મળ્યાનો દાવો કર્યો હતો. જો કે, મુસ્લિમ પક્ષનો દાવો છે કે આ શિવલિંગ નથી, પરંતુ વઝુખાનામાં રહેલા ફુવારાનો ભાગ છે. કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ કેસની આગામી સુનાવણી 4 જુલાઈએ થવાની છે.
મોહન ભાગવતે આપ્યું હતું મોટું નિવેદન
દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે જ્ઞાનવાપીનો મુદ્દો ચાલી રહ્યો છે. આ એવો ઈતિહાસ એ છે જેને આપણે બદલી શકતા નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે હુમલાખોરો દ્વારા ઈસ્લામ ધર્મ બહારથી આવ્યો હતો. તે હુમલાઓમાં ભારતની આઝાદી ઈચ્છનારાનુંઓનું મનોબળ તોડવા માટે દેવસ્થાનોનો વિધ્વંસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આપણે દરેક મસ્જિદમાં શા માટે શિવલિંગ શોધી રહ્યા છીએ. આપણે કોઈને જીતવાના નથી, પરંતુ બધાને એક સૂત્રમાં બાંધવાના છે. તેમણે એમ પણ ઉમેર્યું હતુંકે મંદિર મુદ્દે સંઘ કોઈ આંદોલન નહીં કરે.