Gyanvapi Masjid : RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, મંદિર મુદ્દે સંઘ કોઈ આંદોલન નહીં કરે
જ્ઞાનવાપી (Gyanvapi Masjid) મસ્જિદ વિવાદમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે દરેક મસ્જિદમાં શા માટે શિવલિંગ શોધી રહ્યા છીએ. આપણે કોઈને જીતવાના નથી, પરંતુ બધાને એક સૂત્રમાં બાંધવાના છે.
રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ (RSS) મોહન ભાગવતે (Mohan Bhagvat) જ્ઞાનવાપી મુદ્દે મોટું નિવેનદ આપ્યુંછે તેમણે મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે આપણે દરેક મસ્જિદમાં (Mosque)શિવલિંગ કેમ શોધી રહ્યા છીએ. આપણે કોઈને જીતવાના નથી. પરંતુ બધાને એક સાથે જોડવાના છીએ. ભાગવતે એમ પણ કહ્યું કે મનમાં કોઈ મુ્દો હોય તો તે મુદ્દા ઉઠે છે આ કોઈની વિરૂદ્ધમાં છે એવું માનવું ન જોઈએ. મુસલમાનોએ એવું ન કરવું જોઈએ ન તો હિન્દુઓએ એવું કરવું જોઈએ. કંઇ એવી બાબત હોય તો પરસ્પર સંમતિથી તેનો રસ્તો શોધો. મંદિર મુદ્દો કોઈ આંદલોન સંઘ કરશે નહીં.
નાગપુરના કાર્યક્રમમાં સંબોધન કરતા આપ્યું નિવેદન
મોહન ભાગવતે કહ્યું કે જ્ઞાનવાપીનો મુદ્દો ચાલી રહ્યો છે. ઇતિહાસ એ છે જેને આપણે બદલી શકતા નથી. ઇતિહાસને ન આજના હિન્દુઓએ બનાવ્યોછે ન તો આજના મુસલામાનોએ. આ ઘટના એવા સમયે બની છે જ્યારે હુમલાખોરો દ્વારા ઇસ્લામ ધર્મ બહારથી આવ્યો હતો. તે હુમલાઓમાં બારતની આઝાદી ઇચ્છનારાનુંઓનું મનોબળ તોડવા માટે દેવસ્થાનોનો વિધ્વંસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આપણે દરેક મસ્જિદમાં શા માટે શિવલિંગ શોધી રહ્યા છીએ. આપણે કોઈને જીતવાના નથી, પરંતુ બધાને એક સૂત્રમાં બાંધવાના છે.
આપણે કોઈને જીતવાના નથી, બધાને જોડવાના છેઃ મોહન ભાગવત
RSS પ્રમુખ ભાગવતે આગળ કહ્યું કે જ્યાં હિંદુઓની ભક્તિ છે ત્યાં મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. હિંદુ મુસલમાનોની વિરૂદ્ધમાં વિચારતા નથી. મુસલમાનોના પૂર્વજ પણ હિન્દુ હતા. આવી ઘટનાઓ તે સમયે લોકોને સ્વતંત્રતાથી દૂર રાખવા અને તેમનું મનોબળ તોડવા માટે બની હતી. એટલા માટે હિન્દુઓને લાગે છે કે તેમના ધાર્મિક સ્થળને પુર્નસ્થાપિત કરવામાં આવે. મોહન ભાગવતે ઉમેર્યું કે શું આપણે વિશ્વવિજેતા બનવા માંગીએ છીએ? આ બાબતે તેમણે ઉમેર્યું કે ના, આપણી એવી કોઈ ઇચ્છા નથી. આપણે કોઈને જીતવાના નથી. બધાને સાથે જોડવાનાછે. સંધ બધાને જોડવાનાનું કામ કરે છે. જીતવા માટે નહીં. ભારત કોઈને જીતવા માટે નહીં પરંતુ બધાને એક સાથે જોડવા માટે અસ્તિતત્વમાં છે.
છેલ્લા થોડા સમયથી વારાણસીની જ્ઞાનવપી મસ્જિદ મુદે વિવિાદ ચાલી રહ્યો છે અને મસ્જિદના સર્વેમાંથી મસ્જિદની દીવાલ પર ત્રિશૂળ, કમળ જેવી આકૃતિઓ મળી આવી હોવાના અહેવાલ પણ પ્રસિદ્ધ થયા હતા.