ગુજરાતની દરિયાઈ સરહદ પર HIGH ALERT, સુરક્ષા જવાનોની ચાંપતી નજર, 1993 અને 2008ના મુંબઈ હુમલાઓ દરમિયાન આતંકીઓએ ગુજરાતની દરિયાઈ સરહદનો જ ઉપયોગ કર્યો હતો
પુલવામા આતંકી હુમલા અને ખુફિયા રિપોર્ટને ધ્યાનમાં લઈ ગુજરાતના સરહદી દરિયા કાંઠાને હાઈ ઍલર્ટ પર મૂકી દેવામાં આવ્યો છે. TV9 Gujarati Web Stories View more 7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ આજનું રાશિફળ તારીખ : 16-10-2024 વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો […]
પુલવામા આતંકી હુમલા અને ખુફિયા રિપોર્ટને ધ્યાનમાં લઈ ગુજરાતના સરહદી દરિયા કાંઠાને હાઈ ઍલર્ટ પર મૂકી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં પાકિસ્તાન સાથે જોડાયેલી 1,600 કિલોમીટર દરિયાઈ સરહદનો પાકિસ્તાન તરફથી 1993 અને 2008માં દુરુપયોગ થઈ ચુક્યો છે. 1993માં મુંબઈ શ્રેણીબદ્ધ બૉંબ ધડાકા માટે ઉપયોગ કરાયેલા આરડીએક્સનું લૅંડિંગ ગુજરાતના દરિયા કાંઠે થયુ હતું, તો 2008માં પણ 26/11 મુંબઈ હુમલા માટે આવેલા આતંકીઓએ ગુજરાતની દરિયાઈ સરહદનો ઉપયોગ કર્યો હતો.
કોસ્ટ ગાર્ડના આઈજીપી એસ એસ ત્રિવેદીએ કહ્યું કે પુલવામામાં CRPF જવાનોના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે દરિયાઈ સરહદો ધરાવતા ગુજરાત સહિત 9 રાજ્યોમાં હાઈ ઍલર્ટ જાહેર કરી દેવાયું છે. ત્રિવેદીએ કહ્યું, ‘અમારા 22 મરીન પોલીસ સ્ટેશનો અને 71 કોસ્ટલ ચેકપોસ્ટ્સ તથા આઉટપોસ્ટ્સ હાઈ ઍલર્ટ પર છે. અમે આઈસીજી અને બીએસએફ સાથે મળી 30 સ્પીડબપોટ દ્વારા દરિયાઈ સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા છીએ. આ સાથે જ અમે કોસ્ટલ એરિયામાં શંકાસ્પદ હિલચાલને ટ્રૅક કરવા માટે અમારા હ્યૂમન ઇંટેલિજંટ નેટવર્કને સક્રિય કરી દીધું છે.’
એડિશન ડીજીપી શમશેર સિંહે કહ્યું કે કોસ્ટ ગાર્ડની ટીમોને યોગેશ્વર, જખૌ, ગાંધીધામ, ઓખા, પોરબંદર, માંગરોળ, દહેજ, દાંડી, ઉમરગામ અને પીપાવાવ દરિયાઈ સરહદે તહેનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુજરાત મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, નેવી અને બીએસએફ ખાસ કરીને કચ્છના દરિયા કાંઠે સંકલિત પણે નજર રાખી રહી છે.
[yop_poll id=1502]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]