ટ્રાવેલ કરતા લોકો માટે ખાસ સમાચાર, વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં આ રાજ્યમાં પ્રવેશ માટે ફરજિયાત કરવો પડશે કોરોના ટેસ્ટ

જો તમે ફરવા જઈ રહ્યા છો તો આ આર્ટિકલ ખાસ તમારા માટે, આ રાજ્યમાં કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હશે તો પણ ફરજિયાત કોરોના ટેસ્ટ કરવો પડશે.

ટ્રાવેલ કરતા લોકો માટે ખાસ સમાચાર, વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં આ રાજ્યમાં પ્રવેશ માટે ફરજિયાત કરવો પડશે કોરોના ટેસ્ટ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 4:48 PM

કોરોનાની ત્રીજી લહેરને (Corona Third Wave) લઈને દેશભરમાં ભયનું વાતાવરણ છે. ત્યારે આસામ સરકારે (Assam Government) જણાવ્યું છે કે, મુસાફરો કે જેમણે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે, તેઓએ પણ આગમન પછી એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર ફરજિયાત કોરોના ટેસ્ટ માંથી પસાર થવું પડશે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોથી આવતા આવા મુસાફરો જેમણે રસીના બંને ડોઝ લીધા છે તેઓને પણ કોરોના પરીક્ષણ પ્રક્રિયામાંથી પસાર થવું ફરજિયાત રહેશે.

આસામ સરકારે કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ગુરુવારે આસામમાં કોરોના સંક્રમણના 1,992 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 2,498 દર્દીઓને રજા આપવામાં આવી હતી અને 27 દર્દીઓનાં મોત થયાં હતાં. રાજ્યમાં અત્યાર સુધી 5,17,041 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે 4,937 લોકોનાં મોત નીપજ્યાં છે. આસામમાં હાલ કોરોનાના 19,120 સક્રિય કેસ છે.

મહત્વનું છે કે, આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 38,949 નવા કેસ નોંધાયા છે. નવા કોરોના કેસ આવ્યા બાદ પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,10,26,829 થઈ ગઈ છે. આ દરમિયાન 542 લોકોના મૃત્યુ થયા છે. જે બાદ કુલ મૃત્યુની સંખ્યા 4,12,531 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: GUJARAT : આવતીકાલે ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે, સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર મુકાશે

આ પણ વાંચો: Grain ATM : દેશમાં પહેલું એટીએમ જેમાં પૈસાની બદલે નીકળે છે અનાજ, જાણો સમગ્ર વિગત

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">