GSEB Gujarat Board 12th Result 2021 Date : આવતીકાલે ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે, સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર મુકાશે

Gujarat Board GSEB Class 12th Result 2021 Date And Time : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org આવતીકાલે તા.17 જુલાઈ ના રોજ સવારના 8:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે

GSEB Gujarat Board 12th Result 2021 Date : આવતીકાલે ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે, સવારે 8  વાગ્યે બોર્ડની વેબસાઈટ પર મુકાશે
GUJARAT : The result of Std-12 science stream will be announced on July 17
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 6:57 AM

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે એટલે કે 17 જુલાઈના રોજ ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે મુકવામાં આવશે. આ વખતે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઇ હતી પ્રમોશનના સ્થાને વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન આપેલી પરીક્ષા અને ધોરણ 11 ની પરીક્ષા ના આધારે પરિણામ તૈયાર કરાયું છે.

આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે કે , રાજ્ય સરકારે ધો .12 વિજ્ઞાન પ્રવાહના વર્ષ 2021 ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગના તા : -19/06/2021 ના ઠરાવ ક્રમાંક : -મશબ / 1221 / 741 /6 થી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરેલ હતી.

આ ઠરાવ અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના જાહેર કરેલ નીતિ મુજબના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરેલ હતા . જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે .

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org આવતીકાલે તા.17 જુલાઈ ના રોજ સવારના 8:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે . શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી ડાઉનલોડ કરી શકશે તથા જોઇ શકશે. શાળાએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપવાની રહેશે અને તેના પરિણામની જાણ કરવાની રહેશે .

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">