સરકારે એમોનિયમ નાઈટ્રેટની ચોરી રોકવા માટે નિયમોમાં કર્યો ફેરફાર, સ્ટોરેજ માટે આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

એમોનિયમ નાઈટ્રેટની ચોરી અટકાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે કે કેમિકલ માત્ર બેગ સ્વરૂપમાં આયાત કરવામાં આવશે. આ છૂટક કેમિકલને હેન્ડલ કરવાનું સરળ બનાવશે અને સલામતીનું પણ ધ્યાન રાખવામાં આવશે.

સરકારે એમોનિયમ નાઈટ્રેટની ચોરી રોકવા માટે નિયમોમાં કર્યો ફેરફાર, સ્ટોરેજ માટે આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
બેરૂત બ્લાસ્ટની (Beirut Blast) સાંકેતીક તસવીર

એમોનિયમ નાઈટ્રેટ (Ammonium Nitrate)ની ચોરી અટકાવવા માટે સરકારે નિયમોમાં સુધારો કર્યો છે. તેમજ અગ્નિશામક માટેની જોગવાઈઓ રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત બેરુત વિસ્ફોટમાંથી બોધપાઠ લઈને એમોનિયમ નાઈટ્રેટ સંભાળવાની અને જમા કરવાની પદ્ધતિઓ સુધારવામાં આવી છે. બેરુત વિસ્ફોટમાં લગભગ 140 લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં એમોનિયમ નાઈટ્રેટનો મોટો જથ્થો બ્લાસ્ટ થયો હતો.

 

બેરુત પોર્ટ પર આશરે 3,000 ટન એમોનિયમ નાઈટ્રેટ જમા કરવામાં આવ્યું હતું. આ જથ્થો 6 વર્ષથી પોર્ટ પર પડેલો હતો, જેમાં ઓગસ્ટ 2020માં અચાનક વિસ્ફોટ થયો હતો. આના કારણે જાન -માલનું મોટું નુકસાન થયું હતું. ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના (DPIIT) એડીશ્નલ સેક્રેટરી સુમિતા ડાવરાએ એમોનિયમ નાઈટ્રેટના નિયમોમાં સુધારા અંગે માહિતી આપી હતી.

 

તેમણે કહ્યું કે સ્ટેટીટ એન્ડ મોબાઈલ પ્રેશર વ્હીકલ, કેલ્શિયમ કાર્બાઈડ, એમોનિયમ નાઈટ્રેટ, ગેસ સિલિન્ડર અને પેટ્રોલિયમ અને વિસ્ફોટકો સંબંધિત નિયમોને ધ્યાને લેવામાં આવ્યા છે. બેરુતમાં થયેલા એમોનિયમ નાઈટ્રેટ બ્લાસ્ટને ધ્યાનમાં રાખીને નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. દાવરાએ કહ્યું કે ભારતમાં આવી ઘટના ન બને અને તેનાથી સંબંધિત સુરક્ષા વધારી શકાય તે માટે નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે.

 

શું સુધારો થયો છે નિયમોમાં 

સુમિતા દાવરાએ જણાવ્યું હતું કે એમોનિયમ નાઈટ્રેટની ચોરી અટકાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે કે કેમિકલ માત્ર બેગ સ્વરૂપમાં આયાત કરવામાં આવશે. આ છૂટક કેમિકલને હેન્ડલ કરવાનું સરળ બનાવશે અને સલામતીનું પણ ધ્યાન રાખી શકાશે. ફાયર ફાઈટીંગની પર્યાપ્ત સુવિધાઓ અને સુરક્ષા ગાર્ડ માટે શેલ્ટરની જોગવાઈ કરવામાં આવી છે.

 

સ્ટોરેજ હાઉસ પોર્ટ વિસ્તારથી 500 મીટરની અંદર બનાવવામાં આવશે. નાના સ્ટોર હાઉસમાં જોખમી રસાયણોની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. આ માટે સ્ટોરેજ સ્પેસ અને કેમિકલ્સના સ્ટોરેજ જથ્થાના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

 

એમોનિયમ નાઈટ્રેટનો ડીસ્પોઝલ

પહેલાથી જ સંગ્રહિત એમોનિયમ નાઈટ્રેટના સલામત નિકાલ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેમિકલના નિકાલ માટે કોન્ટ્રાક્ટ પર કામ આપવામાં આવશે અને આ માટે હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સ્ટોરેજ અને હેન્ડલિંગ એરિયામાં ફાયર ફાઈટીંગ વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવશે.

 

સીઝ કરવામાં આવેલા એમોનિયમ નાઈટ્રેટ અને તેના ડીસ્પોઝલ માટે અલગ અલગ જોગવાઈ કરવામાં આવી છે. નિયમમાં જણાવવામાં આવ્યું છે કે બંદર વિસ્તારથી કેટલા અંતરે સ્ટોરેજ હાઉસ બનાવવામાં આવશે અને તેમાં કયા નિયમોનું ધ્યાન રાખવામાં આવશે.

 

3 મહિનામાં મળશે એનઓસી (NOC) 

ડાવરાએ જણાવ્યું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે કોઈ એક જ લાઈસન્સ ધરાવતી કંપનીને એમોનિયમ નાઈટ્રેટના કન્સાઈનમેન્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે પાણીના જહાજો પર કેમિકલના જથ્થાને લોડ અને અનલોડ કરવાના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે.

 

આ કામ માટે 6 મહિનાની અંદર જિલ્લા અધિકારી અથવા ખાણ સુરક્ષા મહાનિર્દેશક પાસેથી એનઓસી પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. આ 6 મહિનાનો સમયગાળો ઘટાડીને 3 મહિના કરવામાં આવ્યો છે. એ જ રીતે કેલ્શિયમ કાર્બાઈડના સંગ્રહ માટે પરિસરનું નિરીક્ષણ કરવામાં આવશે. આ માટે કેમ્પસ જીઓ મેપિંગની જોગવાઈને નિયમોમાં સમાવવામાં આવી છે અને સંબંધિત રાજ્ય અને કેન્દ્રના અધિકીરીઓને તેના વિશે માહિતગાર કરવામાં આવશે.

 

આ પણ વાંચો :  ચીનના સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની 22 લાખ કરોડ રૂપિયાના દેવા માટે નાદારી જાહેર કરતાં વૈશ્વિક ચિંતા સર્જાઈ! જાણો શું પડી શકે છે અસર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati