સતત ગરમ થઈ રહી છે પૃથ્વી ! ગ્લોબલ વોર્મિંગને કારણે ન્યુયોર્ક, મુંબઈ વગેરે સંપૂર્ણ રીતે તબાહ થશે

સતત ગરમ થઈ રહી છે પૃથ્વી ! ગ્લોબલ વોર્મિંગને કારણે ન્યુયોર્ક, મુંબઈ વગેરે સંપૂર્ણ રીતે તબાહ થશે
Global Warming

જેમ જેમ તાપમાન વધશે તેમ એન્ટાર્કટિકા અને બાકીના વિશ્વનો બરફ પીગળવા લાગશે અને તેના કારણે સમુદ્રનું સ્તર વધશે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી જવાનો ભય રહેશે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Nov 15, 2021 | 5:33 PM

વિશ્વના નેતાઓ ગ્લોબલ વોર્મિંગને (Global Warming) 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાના લક્ષ્યને જાળવી રાખવા માટેના કરાર તરીકે ગ્લાસગો ક્લાઈમેટ પેક્ટની (Glasgow Climate Pact) પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ ઘણા વૈજ્ઞાનિકો આ લક્ષ્યને ટકી શકશે કે કેમ તે અંગે શંકા છે. યુએન ક્લાયમેટ ચીફ પેટ્રિશિયા એસ્પિનોસાએ પૂર્વ-ઔદ્યોગિક સમયથી ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાના લક્ષ્યનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, 1.5 ડિગ્રી સેલ્સિયસના લક્ષ્યને શક્ય બનાવવા માટે આપણી પાસે એક સારી યોજના છે.

આ સમજૂતી પર 200 દેશો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા

વિશ્વના લગભગ 200 દેશો વચ્ચે શનિવારે મોડી રાત્રે આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવાને બદલે તબક્કાવાર રીતે તેનો ઉપયોગ ઘટાડવાના ભારતના સૂચનને માન્યતા આપવામાં આવી છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને અહીં COP26 ક્લાઈમેટ સમિટના (COP26 Climate Summit) અંતે કરવામાં આવેલા કરારને મહત્વનો ગણી તેને ‘ભવિષ્ય માટે મોટું પગલું’ અને કોલસાના ઉપયોગને ઘટાડવા માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કરાર ગણાવ્યો.

ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવાનો રોડમેપ જોન્સને કહ્યું, આવનારા વર્ષોમાં હજુ ઘણું કરવાનું બાકી છે. પરંતુ આજની સમજૂતી એક મોટું પગલું છે. તબક્કાવાર રીતે કોલસાનો ઉપયોગ ઘટાડવાનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય કરાર છે. ઉપરાંત, તે ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાનો રોડમેપ છે. તે કહે છે કે 1.5 ડિગ્રી સેલ્સિયસના લક્ષ્યને ભૂલી જાઓ. પૃથ્વી તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસથી વધારે વધાવાની દિશામાં આગળ વધી રહી છે.

ગ્લોબલ વોર્મિંગ 2 ડિગ્રી સેલ્સિયસને વટાવી શકે છે જર્મન સંશોધક હેન્સ ઓટ્ટો પોર્ટનરે જણાવ્યું હતું કે ગ્લાસગો કોન્ફરન્સમાં કામ થયું હતું, પરંતુ પૂરતી પ્રગતિ થઈ નથી. ગ્લોબલ વોર્મિંગ બે ડિગ્રી સેલ્સિયસને વટાવી જશે. જેમ જેમ તાપમાન વધશે તેમ એન્ટાર્કટિકા અને બાકીના વિશ્વનો બરફ પીગળવા લાગશે અને તેના કારણે સમુદ્રનું સ્તર વધશે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી જવાનો ભય રહેશે. ન્યુયોર્કથી લઈને મુંબઈ, માલદીવ, બાંગ્લાદેશ અને થાઈલેન્ડ જેવા દેશો સંપૂર્ણ રીતે તબાહ થઈ શકે છે. તે પ્રકૃતિ, માનવ જીવન, આજીવિકા, રહેઠાણ અને સમૃદ્ધિ માટે ખતરો છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રને ગ્લાસગોમાં તાપમાન ઘટાડવા માટે મોટા ફેરફારોની અપેક્ષા હતી, પરંતુ માત્ર નાના ફેરફારો જોવા મળ્યા. એમઆઈટીના પ્રોફેસર જોન સ્ટીરમેને જણાવ્યું હતું કે, જો તેલ અને ગેસની સાથે કોલસાનો ઉપયોગ તબક્કાવાર અને ઝડપથી નાબૂદ કરવામાં ન આવે તો, વોર્મિંગને 1.5 અથવા તો 2 ડિગ્રી સુધી મર્યાદિત કરવાનો કોઈ વ્યવહારુ રસ્તો નથી.

આ પણ વાંચો : કંગના રનૌતના નિવેદન પર ઔવૈસીએ કહ્યું, દેશને 2014માં આઝાદી મળી, ભૂલથી પણ જો કોઈ મુસ્લિમે આ કહ્યું હોય તો તેનું એન્કાઉન્ટર કર્યું હોત

આ પણ વાંચો : Lakhimpur Violence: સુપ્રીમ કોર્ટે કહ્યું- SIT તપાસની દેખરેખ માટે રાજ્ય બહારથી હાઈકોર્ટના પૂર્વ જજની નિમણૂક કરવામાં આવશે

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati