Lakhimpur Violence: સુપ્રીમ કોર્ટે કહ્યું- SIT તપાસની દેખરેખ માટે રાજ્ય બહારથી હાઈકોર્ટના પૂર્વ જજની નિમણૂક કરવામાં આવશે
સુપ્રીમ કોર્ટે SIT તપાસની દેખરેખ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજની (જસ્ટિસ રણજીત સિંહ અને રાકેશ કે. જૈન) નિમણૂક કરવાનું સૂચન કર્યું હતું.
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખીમપુરમાં થયેલી હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. યુપી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું, ‘તમે જેને તપાસની દેખરેખ માટે નિયુક્ત કરવા માંગો છો, તમે તે કરો. અમે તૈયાર છીએ.’ સુનાવણી દરમિયાન CJI NV રમના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે કહ્યું કે, અમે રાજ્યની બહાર હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસની નિમણૂક કરીશું. જેના પર સાલ્વેએ કહ્યું, ‘અમે સ્વીકારીશું’.
ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે કોર્ટ 3 ઓક્ટોબરે લખીમપુર હિંસાની (Lakhimpur Violence) SIT તપાસની દેખરેખ માટે નિવૃત્ત જજની નિમણૂક કરી શકે છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે SIT તપાસની દેખરેખ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજ (જસ્ટિસ રણજીત સિંહ અને રાકેશ કે. જૈન)ની નિમણૂક કરવાનું સૂચન કર્યું હતું.
તપાસની દેખરેખ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક CJI NV રમનાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, અમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રાકેશ કુમાર જૈન અથવા અન્ય પર વિચાર કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે બુધવારે તપાસની દેખરેખ માટે નિવૃત્ત હાઇકોર્ટ જજની નિમણૂક કરી શકે છે.
ઉત્તર પ્રદેશ સરકાર કોર્ટના નિર્ણય પર સહમત સુનાવણીની શરૂઆતમાં, ઉત્તર પ્રદેશ સરકાર સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસની દેખરેખ માટે ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવા સંમત થઈ હતી. ઉત્તર પ્રદેશ સરકાર વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે કોર્ટ તપાસની દેખરેખ માટે જેને પણ નિયુક્ત કરવા માંગે છે, અમે તૈયાર છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે રાજ્ય બહારથી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસની નિમણૂક કરીશું. ઉત્તર પ્રદેશ સરકારના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે અમે સ્વીકારીશું. કોર્ટે કહ્યું કે જજની નિમણૂક કરવા માટે અમે એક દિવસનો સમય લઈશું.
SITમાં સામેલ અધિકારીઓ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે SITમાં સામેલ અધિકારીઓને પણ સવાલ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લખીમપુરના અધિકારી હાલમાં SITમાં સામેલ છે. કોર્ટે કહ્યું કે ઉચ્ચ અધિકારીઓને SITમાં સામેલ કરવામાં આવે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને કહ્યું છે કે તેઓ આવતીકાલ સુધીમાં SITમાં સામેલ કરવા માટે એવા IPS અધિકારીઓના નામ આપે જેઓ ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યા છે, પરંતુ મૂળ ઉત્તર પ્રદેશના નથી.
આ પણ વાંચો : બાબાસાહેબ પુરંદરે : પોતાની લેખન શૈલી વડે છત્રપતિ શિવાજીના ચરિત્રને ઘરે ઘરે પહોચાડ્યુ હતુ, જાણો તેમના જીવન-કર્મ વિશે