કંગના રનૌતના નિવેદન પર ઔવૈસીએ કહ્યું, દેશને 2014માં આઝાદી મળી, ભૂલથી પણ જો કોઈ મુસ્લિમે આ કહ્યું હોય તો તેનું એન્કાઉન્ટર કર્યું હોત
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 24 સેકન્ડની ક્લિપમાં રનૌતને એમ કહેતા સાંભળી શકાય છે કે, 1947માં આઝાદી નહીં, પણ ભીખ મળી હતી અને જે આઝાદી મળી તે 2014માં મળી.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના (AIMIM) વડા અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) સોમવારે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને તેના વિવાદાસ્પદ નિવેદનને લઈને નિશાન સાધ્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અલીગઢમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. રનૌતે કહ્યું હતું કે ભારતને 1947માં જે મળ્યું તે ‘ભીખ’ હતી અને દેશને સાચી આઝાદી 2014માં મળી જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, દેશને 2014માં આઝાદી મળી, જો કોઈ મુસ્લિમે ભૂલથી આવું કહ્યું હોત તો તેના પર UAPA લાદવામાં આવ્યું હોત. તેને જેલમાં ધકેલી દેતા પહેલા તેને પોલીસ સ્ટેશન લઈ જઈને ઘૂંટણમાં ગોળી મારી દીધી હોત. પરંતુ, તે રાણી છે અને તમે મહારાજા છો, તેથી જ કોઈ કંઈ કરતું નથી. કોઈએ ભારત-પાકિસ્તાન મેચમાં ભૂલથી કંઈક લખ્યું, તો બાબાએ કહ્યું કે તમને જેલમાં મોકલવામાં આવશે.
एक मोहतरमा ने कहा देश को आज़ादी 2014 में मिली, अगर ये बात ग़लती से भी कोई मुसलमान कह देते तो जेल डाल दिए जाते या एंकाउंटर कर देते। क्या उस मोहतरमा के खिलाफ़ कोई कार्रवाई नहीं होगी? – बैरिस्टर @asadowaisi https://t.co/3UbAOcUvJg
— AIMIM (@aimim_national) November 15, 2021
તેમણે વધુમાં કહ્યું કે, ‘હું ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાનને પૂછું છું કે, શું દેશ 1947માં સ્વતંત્ર થયો કે 2014માં… અને જો આ ખોટું છે, તો શું દેશના વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન રાજદ્રોહનો આરોપ લગાવશે, શું રાજદ્રોહ માત્ર મુસ્લિમો માટે છે? વડાપ્રધાન કેમ ચૂપ છે? ખાલી ભાજપ તરફથી નિવેદન આવ્યું છે કે અમે આ નિવેદનને માનતા નથી.
કંગના રનૌતના નિવેદનને લોકોએ તાળીઓથી વધાવી લીધું સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 24 સેકન્ડની ક્લિપમાં રનૌતને એમ કહેતા સાંભળી શકાય છે કે, 1947માં આઝાદી નહીં, પણ ભીખ મળી હતી અને જે આઝાદી મળી તે 2014માં મળી. કંગના એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં બોલી હતી અને તેમની ટિપ્પણી બાદ ત્યાં હાજર કેટલાક લોકોએ તાળીઓ પાડી હતી. આ ક્લિપ અપલોડ થયાના થોડા કલાકો પછી, તેમની ટિપ્પણી પર હંગામો શરૂ થયો હતો.