ગેંગસ્ટટર-લેડી ડોનના લગ્ન, 4 રાજ્યની પોલીસ સુરક્ષા, મહેમાનોને બારકોડથી એન્ટ્રી

ગેંગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરીના લગ્નને લઈને, દિલ્હીના મેરેજ ગાર્ડન વિસ્તારમાં ગેંગ વોર થવાની શક્યતા છે. પોલીસ પણ આ બાબતે સતર્ક છે. લગ્ન મંડપમાં ચાર રાજ્યોની પોલીસ તહેનાત રહેશે. મટીયાળા માર્કેટ એસોસિએશને મેરેજ ગાર્ડન પાસેના દુકાન, ઓફિસ વગેરે એક દિવસ અગાઉથી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ગેંગસ્ટટર-લેડી ડોનના લગ્ન, 4 રાજ્યની પોલીસ સુરક્ષા, મહેમાનોને બારકોડથી એન્ટ્રી
Gagster Kaala Jathedi Lady Don Anuradha's Wedding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2024 | 6:51 PM

દિલ્હીમાં એક એવા લગ્ન થવા જઈ રહ્યા છે, જે ખૂબ જ અનોખા હશે. આ ખાસ લગ્ન વર-કન્યાને લઈને સમાચારોમાં છે. વરરાજા તિહાર જેલમાંથી લગ્નની જાન લઈને આવશે. આ અનોખા લગ્નમાં મહેમાનો ઓછા અને પોલીસ વધુ જોવા મળશે. સૂત્રોનું માનીએ તો 4 રાજ્યોની પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ આ ખાસ લગ્ન પર નજર રાખી રહી છે. આ લગ્ન ગેંગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધાના છે. આ બન્નેના લગ્ન આવતીકાલ 12મી માર્ચે સવારના 10થી લઈને ચાર દરમિયાન થવા જઈ રહ્યા છે. ગેગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરીના લગ્ન દિલ્હીના દ્વારકા સ્થિત સંતોષ મેરેજ ગાર્ડનમાં યોજાનાર છે.

લગ્ન માટે મેરેજ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. લગ્નમાં આવનાર મહેમાનોની યાદી પણ ફાઈનલ થઈ ગઈ છે. આ લગ્નમાં લગભગ 200 મહેમાનો આવવાના હોવાનું કહેવાય છે. મેરેજ ગાર્ડનમાં મહેમાનોના પ્રવેશ માટે બાર કોડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર પંડાલને સીસીટીવી સહિતની ફૂલપ્રૂફ સુરક્ષા આપવામાં આવી છે. દિલ્હીની સ્થાનિક પોલીસ ઉપરાંત અહીં સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સ્ટાફ તૈનાત કરવામાં આવી રહ્યો છે.

ગેંગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરીના લગ્ન

ગેંગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધાના લગ્ન માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં ગેંગ વોર થવાની સંભાવનાને લઈને પોલીસ સતર્ક હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ લગ્નમાં આવનારા તમામ પર ખાસ નજર રાખી રહી છે. ગયા રવિવારે પોલીસે મેરેજ ગાર્ડન નજીકથી કાલા જઠેડીના પાંચ શૂટરોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી અત્યાધુનિક હથિયારો મળી આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ગેંગસ્ટર કાલા જઠેડીને અનેક ગેંગથી જીવનુ જોખમ રહેલું છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. લગ્નના મંડપને ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે. ગેંગસ્ટર વર કાલા જઠેડી અને લેડી ડોન કન્યા અનુરાધાનો ફુલહાર કાર્યક્રમ હાઇડ્રોલિક ક્રેન દ્વારા કરવામાં આવશે. બંને માટે સુંદર સ્ટેજ બનાવવામાં આવ્યું છે. જેને આકર્ષક રીતે સજાવવામાં આવ્યું છે. મેરેજ ગાર્ડન સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે.

તેમની દેખરેખ માટે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. લગ્નમાં આવનારા તમામ મહેમાનો પર સીસીટીવી કેમેરા દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવશે. જ્યારે, લગ્નમાં પ્રવેશવા માટે, દરેક વ્યક્તિએ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">