પંજાબમા ગુરદાસપુર જેલમાં કેદીઓ વચ્ચે ગેંગ વોર, બચાવવા આવેલી પોલીસને પણ ઢીંબી નાખી

પંજાબના ગુરદાસપુરની સેન્ટ્રલ જેલમાં કેદીઓના બે જૂથો એકબીજા સાથે ઉપર તુટી પડ્યા હતા. કેદીઓના જૂથ વચ્ચે થયેલી અથડામણને કારણે સ્થિતિ તંગ બની ગઈ હતી. અંદરો અંદર લડી રહેલા કેદીઓને છોડાવવા પોલીસ ફોર્સને બોલાવવામાં આવી હતી. એકબીજા પર હુમલો કરતા કેદીઓ ગુસ્સે થઈને પોલીસ દળ ઉપર પણ હુમલો કર્યો હતો, જેમાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

પંજાબમા ગુરદાસપુર જેલમાં કેદીઓ વચ્ચે ગેંગ વોર, બચાવવા આવેલી પોલીસને પણ ઢીંબી નાખી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2024 | 4:50 PM

પંજાબના ગુરદાસપુરની સેન્ટ્રલ જેલમાં કેદીઓના બે જૂથો એકબીજા સાથે ઉપર તુટી પડ્યાં હતા. જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે થયેલી અથડામણને પગલે, પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. કેદીઓને છોડાવવા અને સ્થિતિ શાંત પાડવા માટે વધારાના પોલીસ ફોર્સને બોલાવવામાં આવ્યો હતો.

એક બીજાને મારી રહેલા કેદીઓ ગુસ્સે થઈને બચાવવા આવેલ પોલીસ દળ પર હુમલો કર્યો હતો. જેમાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. અંદરો અંદર લડી રહેલા કેદીઓએ સમગ્ર જેલ પરિસર પર કબજો જમાવી લીધો હતો. તણાવને જોતા પાંચ જિલ્લાની પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત અર્ધલશ્કરી દળોને પણ બોલાવવામાં આવ્યા છે.

કેદીઓએ જેલની સુરક્ષામાં તહેનાત એક પોલીસકર્મી ઉપરાંત ધારીવાલ પોલીસ સ્ટેશનના એસએચઓ મનદીપ સિંહ, એસઆઈ જગદીપ સિંહ અને પોલીસ ફોટોગ્રાફરને ઈજા પહોચાડી છે. ઇજાગ્રસ્ત ચાર પોલીસકર્મીઓને સારવાર માટે સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ સમાચાર લખાય છે ત્યારે સેન્ટ્રલ જેલમાં વાતાવરણ તંગ છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નજીકના પાંચ જિલ્લાઓમાંથી પોલીસ અને અર્ધલશ્કરી દળોને બોલાવવામાં આવ્યા છે.

આઈજી બોર્ડર રેન્જ જેલમાં પરિસ્થિતિને સંભાળવામાં રોકાયેલા

જેલમાં કેદ રહેલા કેદીઓ દ્વારા પથારી અને અન્ય વસ્તુઓને આગ લગાડવામાં આવી છે. કેદીઓ વચ્ચેનો હોબાળો ચાલુ છે. બોર્ડર રેન્જ જેલની અંદર સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ આઈજી કરી રહ્યા છે. તેમની સાથે પાંચ જિલ્લાના પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો પણ છે. જેલમાં વાતાવરણને શાંત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે જેલમાં હાજર કેદીઓ સતત પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે.

ગોપા ગેંગ અને હોશિયારપુરિયા ગેંગ વચ્ચે અથડામણ

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ગુરુદાસપુર સેન્ટ્રલ જેલમાં બપોરે 12 વાગે અચાનક ગોપા ગેંગસ્ટર અને પ્રતાપ સિંહ હોશિયારપુરિયા ગેંગના અન્ય કેદી વચ્ચે કોઈ મુદ્દે વિવાદ શરૂ થયો હતો. બંને જૂથો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે કેદીઓ બે જૂથમાં વહેચાઈ ગયા અને એકબીજા સાથે મારામારીકરી હતી. ઝઘડો થતો જોઈ જેલની સુરક્ષા માટે તહેનાત પોલીસકર્મીઓ તેમને શાંત કરવા ગયા ત્યારે બંને જૂથના કેદીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. કોઈક રીતે પોલીસ જવાનો પોતાનો જીવ બચાવીને ત્યાંથી બહાર આવી ગયા હતા.

કેદીઓના હુમલામાં 4 ઘાયલ

કેદીઓનો હંગામો જોઈને જેલમાં હાજર અન્ય સુરક્ષાકર્મીઓ પણ ભાગી ગયા હતા. આ માહિતી તાત્કાલિક ધારીવાલ પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ધારીવાલ પોલીસ સ્ટેશનના એસએચઓ મનદીપ સિંહ અને એસઆઈ જગદીપ સિંહ પોલીસ ફોર્સ સાથે સેન્ટ્રલ જેલ પહોંચ્યા. જ્યારે પોલીસ સ્ટેશનની પોલીસ જેલની અંદર ગઈ તો કેદીઓએ તેમના પર પણ હુમલો કર્યો, જેના કારણે એસએચઓ મનદીપ સિંહ, એસઆઈ જગદીપ સિંહ, એક કોન્સ્ટેબલ અને પોલીસ ફોટોગ્રાફર ઘાયલ થયા હતા.

અર્ધલશ્કરી દળના જવાનોને બોલાવવામાં આવ્યા

પરિસ્થિતિ તંગ બનતી જોઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અન્ય પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ ફોર્સને બોલાવી હતી. આ ઉપરાંત અર્ધલશ્કરી દળ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું હતું. હાલમાં સ્થિતિ હજુ પણ તંગ છે. કેદીઓને શાંત કરવા માટે બોર્ડર રેન્જ જેલની અંદર આઈજી હાજર છે. તેમની સાથે પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો પણ છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">