AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20: PM મોદીની જોવા મળી રમુજી સ્ટાઈલ, ભારત મંડપમ ટીમ સાથે કંઈક આ રીતે કરી વાત, જુઓ Video

દિલ્હીમાં એક ભવ્ય G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ચિત્ર વિશ્વએ જોયું અને ભારતના વધતા કદનો સ્વીકાર કર્યો. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમની ટીમ સાથે વાતચીત કરી અને આ કાર્યક્રમના આયોજનમાં તેમની મહેનત અને સમર્પણના અનુભવો વિશે જાણ્યું. આ સાથે જ તેમણે G-20ની સફળતાનો શ્રેય ગ્રાસરૂટ લેવલના અધિકારીઓને આપ્યો.

G20: PM મોદીની જોવા મળી રમુજી સ્ટાઈલ, ભારત મંડપમ ટીમ સાથે કંઈક આ રીતે કરી વાત, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 11:36 PM
Share

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક ભવ્ય G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ચિત્ર વિશ્વએ જોયું અને ભારતના વધતા કદનો સ્વીકાર કર્યો. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમની ટીમ સાથે વાતચીત કરી અને આ કાર્યક્રમના આયોજનમાં તેમની મહેનત અને સમર્પણના અનુભવો વિશે જાણ્યું. આ સાથે જ તેમણે G-20ની સફળતાનો શ્રેય ગ્રાસરૂટ લેવલના અધિકારીઓને આપ્યો.

આ પણ વાંચો: Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો કરાવ્યો પ્રારંભ- જુઓ Video

દરમિયાન, ભારત મંડપમના કર્મચારી રવિન્દ્ર ત્યાગીએ પીએમ મોદી સાથે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે જ્યારે મે મારી પત્નીને કહ્યું કે 8, 9, 10 સપ્ટેમ્બરના રોજ હું વહેલી સવારે ઘરેથી નીકળીશ અને મોડી રાત્રે પરત આવીશ. તેના પર તેણે કહ્યું કે આ ખૂબ જ ગર્વની વાત છે. જો તમે ઘરે ન આવો તો પણ કોઈ સમસ્યા નથી. અમને ખૂબ ગર્વ છે કે તમે G-20 કોન્ફરન્સનો ભાગ છો. ત્રણ દિવસ ત્યાં રહો, આ દેશનો સવાલ છે.

રવિન્દ્ર કહે છે કે સૌથી મોટી ખુશી એ વાતની હતી કે આ G-20 ઈવેન્ટ દિલ્હીમાં તેમજ ITO સંકુલમાં યોજાઈ હતી, જ્યાં અમે છેલ્લા 33 વર્ષથી કામ કરી રહ્યા છીએ. રવીન્દ્ર ત્યાગીનો અનુભવ સાંભળ્યા બાદ પીએમ મોદીએ ખૂબ જ રમૂજી અંદાજમાં કહ્યું કે મને લાગે છે કે જે દિવસે તમારી પત્નીને ખબર પડશે કે મોદીજી તમને એક મહિના માટે લઈ જઈ રહ્યા છે ત્યારે તે મીઠાઈ વહેંચશે. પીએમ મોદીના આ નિવેદન પર હોલમાં હાજર લોકો જોરથી હસી પડ્યા. વડાપ્રધાન પણ ખૂબ ખુશ દેખાતા હતા.

અનુભવો અને શીખોની નોંધ બનાવો – પીએમ મોદીનું સૂચન

પીએમ મોદીએ તમામ અધિકારીઓને વિગતવાર આયોજન અને અમલીકરણ અંગે તેમના અનુભવો અને શીખોનો દસ્તાવેજ તૈયાર કરવાનું સૂચન કર્યું. તેનાથી ભવિષ્યમાં ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે વધુ સારી માર્ગદર્શિકા તૈયાર કરી શકાય છે. પીએમ મોદીએ કહ્યું કે એકવાર આપણે બીજાના પ્રયત્નોને સમજીએ છીએ, આવા પ્રયાસો આપણને પોતાને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">