જો ભારત ‘ગંદુ’ છે, તો PepsiCo ની પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ ભારતનો પ્રતિષ્ઠિત એવોર્ડ ‘પદ્મભૂષણ’ કેમ સ્વીકાર્યો, પરત કરી દે …
ભારતમાં રહી હોત તો ક્યારેય PepsiCo ની CEO ન બની શકી હોત, ભારત ગંદુ છે, અવ્યવસ્થાથી ભરેલુ છે. ભારત વિશે આ બકવાસ કર્યો છે PepsiCo ની પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ. ઈન્દ્રા નૂયી ભારતમાં જ જન્મી, ભારતમાં જ ગ્રેજ્યુએશન અને MBA સુધીનો અભ્યાસ કર્યો. ત્યાં સુધી તેને ભારત ગંદુ ન લાગ્યુ, જે ભારતે વર્ષ 2007માં તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મભૂષણ' જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજ્યા ત્યાં સુધી તેમને ભારત ગંદુ ન લાગ્યુ અને હવે અમેરિકાની નાગરિક્તા લઈ લીધા બાદ ઈન્દ્રા નૂયીને આ દેશ અવ્યવસ્થા, કેઓસ થી ભરેલો અને ગંદો લાગે છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન PepsiCo ની પૂર્વ CEO ઈન્દ્રા નૂયી એ ભારતને અવ્યવસ્થા કેઓસ થી ભરેલો ગંદો દેશ કહ્યો. તેમણે ભારતની સરખામણી ચીન સાથે કરી અને કહ્યુ કે ભારતની સુંદરતા તેની ‘અવ્યવસ્થા’માં રહેલી છે. તાજેતરમાં ઈન્દ્રા નૂયીએ ‘હૂવર ઈન્સ્ટિટ્યુશન’ ને આપેલા ઈન્ટરવ્યુમાં ઈન્દ્રા નૂયીએ અનેક મુદ્દાઓ પર વાત કરી. જેમા IND-USA ના સંબંધો, લીડરશીપ, ગ્લોબલ લીડરશીપ તેમજ વર્ક કલ્ચર અંગે વાત કરી. આ દરમિયાન ઈન્દ્રા નૂયીએ ભારત વિશે જે બકવાસ કર્યો છે તે સાંભળીને કોઈપણ દેશદાઝ ધરાવતી વ્યક્તિનું લોહી ઉકળી જાય. કોણ છે ઈન્દ્રા નૂયી ? મદ્રાસમાં જન્મનારી ઈન્દ્રા નૂયી હાલ અમેરિકાની નાગરિક છે. વર્ષ 2011માં તેમણે અમેરિકાની સિટીઝનશિપ મેળવી છે function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
