Inflation In India : લોટ, દાળ, ચોખા… સહીત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ શા માટે આસમાને પહોંચી રહ્યા છે ?

અત્યારે, દેશમાં લોટના ભાવ (Prices Of Wheat Flour) રેકોર્ડ બ્રેકીંગ સ્તરે જોવા મળે છે. દેશમાં 1 કિલો લોટની સરેરાશ કિંમત 33 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે.

Inflation In India : લોટ, દાળ, ચોખા... સહીત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ શા માટે આસમાને પહોંચી રહ્યા છે ?
Monthly Ration Rates in India (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 7:51 AM

એક સામાન્ય અભ્યાસ પ્રમાણે, (General Studies) 1 વ્યક્તિ પ્રતિ દિવસ ઓછામાં ઓછી 4 રોટલી (4 Chapatis) ખાય છે. આ 4 રોટલીની કિંમત ક્યારેય તમે જાણી છે ? જી ના, કારણ કે સામાન્ય ભારતીય પરિવારોને મોટાભાગે 1 મહિના માટે રાશન (Ration) મળે છે, અને તેમાંથી ખર્ચની ગણતરી કરવામાં આવે છે. પરંતુ જો, 4 રોટલીની ગણતરી કરીએ તો કેટલી કિંમત થાય ?? આ ગણતરી કરવા માટે, કેટલાક અનુમાનો સામે આવ્યા છે. એક અભ્યાસ મુજબ, સરેરાશ 100 ગ્રામ લોટનો ઉપયોગ 4 રોટલી બનાવવા માટે થાય છે.

આજથી 10 વર્ષ પહેલા 1 કિલો લોટની કિંમત 22.48 રૂપિયા હતી. તે સમયે, 4 રોટલી બનાવવા માટે 2.24 રૂપિયાનો ખર્ચ થતો હતો.

આજે 1 કિલો લોટની કિંમત 32.91 રૂપિયા આસપાસ છે. તેથી 4 રોટલી બનાવવાનો ખર્ચ 3.29 રૂપિયા થાય છે. મતલબ કે, 10 વર્ષમાં 4 રોટલીના ભાવમાં સરેરાશ 1 રૂપિયાનો વધારો થયો છે. લોટ ઉપરાંત દાળ, ચોખા, તેલ અને મીઠા જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિંમતો પણ સતત વધી રહી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વર્તમાન સમયમાં, દેશમાં લોટની કિંમત છેલ્લા તમામ રેકોર્ડ તોડી રહી છે. જાન્યુઆરી 2010 બાદ, લોટના ભાવ અંતિમ સ્તરે છે. ગ્રાહક બાબતો મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગત તા. 9 મેના રોજ દેશમાં એક કિલો લોટની સરેરાશ કિંમત 32.91 રૂપિયા હતી. માત્ર 1 વર્ષમાં 1 કિલો લોટના ભાવમાં રૂ.5નો વધારો થયો છે.

શા માટે લોટ આટલો મોંઘો થઈ રહ્યો છે ??

આર્થિક નિષ્ણાતો આ અંગે, 2 મોટા કારણો જણાવે છે. તેમના મતે દેશમાં ઘઉંનું ઉત્પાદન ઘટી રહ્યું છે, અને સ્ટોક પણ સતત ઘટી રહ્યો છે. આ ઉપરાંત, દેશની બહાર પણ ઘઉંની આયાત પણ વધી રહી છે.

સરકારી આંકડાઓ અનુસાર, 9 મેના રોજ રાજધાની દિલ્હીમાં 1 કિલો લોટની કિંમત 27 રૂપિયા હતી. તો, કેન્દ્ર શાષિત પ્રદેશ આંદામાન -નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરમાં લોટ 59 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થઇ રહ્યું છે. જયારે મુંબઈમાં લોટ પ્રતિ કિલોની કિંમત 49 રૂપિયા છે.

સૂત્રોન જણાવ્યા અનુસાર, આ વર્ષના પહેલા દિવસથી જ લોટના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત તા.1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લોટના ભાવમાં 6 ટકાનો વધારો થયો છે.

આર્થિક નિષ્ણાંતોનું શું કહેવું છે ??

જો કે , અત્યારે સૌથી મોટું કારણ જોઈએ તો, રશિયા- યુક્રેન યુદ્ધને કારણે ઘઉંના ઉત્પાદનમાં સતત ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે ઘઉંની નિકાસમાં રશિયા અને યુક્રેનનો હિસ્સો ચોથા ભાગનો છે. 2019માં, રશિયાએ $8.14 બિલિયન અને યુક્રેન $3.11 બિલિયન કિંમતના ઘઉંની નિકાસ કરી હતી.

આ બંને દેશો વચ્ચેના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઘઉંની અછત સર્જાઈ છે, જેથી ભાવ સતત વધી રહ્યા છે. ભારતમાં ઘઉંના ભાવ વધવાનું એક કારણ એ પણ છે કે, વિશ્વમાં ભારતીય ઘઉંની માંગ વિશાળ છે, જેના કારણે દેશમાં આજે ઘઉંના ભાવ સતત વધી રહ્યા છે. આ ઉપરાંત, ડીઝલમાં ભાવ વધારાના કારણે પણ ઘઉંના પરિવહન ખર્ચમાં વધારો થયો છે.

આર્થિક નિષ્ણાતો તેની પાછળ બે મોટા કારણો જણાવે છે. નિષ્ણાતોના મતે દેશમાં ઘઉંનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને સ્ટોક પણ ઘટી રહ્યો છે. આ ઉપરાંત દેશની બહાર પણ ઘઉંની માંગ વધી રહી છે. મળતી માહિતી મુજબ, આ વર્ષના પહેલા દિવસથી જ લોટના ભાવમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લોટના ભાવમાં 6 ટકાનો વધારો થયો છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ઘઉંના ઉત્પાદનમાં વધુ ઘટાડો થયો છે. વિશ્વની ઘઉંની નિકાસમાં રશિયા અને યુક્રેનનો હિસ્સો ચોથા ભાગનો છે. 2019 માં, રશિયાએ $8.14 બિલિયન અને યુક્રેન $3.11 બિલિયનના ઘઉંની નિકાસ કરી હતી.

આ બંને દેશો વચ્ચેના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઘઉંની અછત સર્જાઈ છે અને ભાવ વધી રહ્યા છે. ભારતમાં ઘઉંના ભાવ વધવાનું એક કારણ એ છે કે બહાર ભારતીય ઘઉંની ઘણી માંગ છે, જેના કારણે દેશમાં ભાવ વધવા લાગ્યા છે. આ ઉપરાંત ડીઝલના વધતા ભાવને કારણે ઘઉંના પરિવહન ખર્ચમાં પણ વધારો થયો છે.

લોટ મોંઘો થવાથી બેકરી આઇટમ્સના ભાવ પણ આસમાને પહોંચશે !!

લોટમાં સતત ભાવ વધારાને કારણે, બેકરી ફૂડ પણ મોંઘુ થવા લાગ્યું છે. તાજેતરમાં, બેકરી ઉત્પાદનો, જેવા કે બિસ્કીટ અને બ્રેડના ભાવમાં પણ વધારો થયો છે. આ વર્ષે માર્ચમાં બેકરી બ્રેડનો છૂટક ફુગાવો 8.39 ટકા હતો, જે 7 વર્ષમાં સૌથી વધુ જોવા મળ્યો છે. આ ઉપરાંત, જામ બિસ્કિટ, મેરી ગોલ્ડ જેવી બેકરી આઈટેમ્સ બનાવતી બ્રિટાનિયા કંપની પાસે આગામી સમયમાં, તેની કિંમતોમાં 10 ટકાનો વધારો કરવાની યોજના છે.

બ્રિટાનિયાના મેનેજિંગ ડિરેક્ટર વરુણ બેરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં રાજકીય ઉથલપાથલના કારણે કાચા માલ જેમ કે, લોટ, ખાંડ, કાજુ વગેરેના ભાવમાં સતત વધારો થયો છે. જેથી અમારી ફૂડ આઈટેમ્સની કિંમતો પણ વધી શકે છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">