AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘1990ના દાયકામાં ભારતમાંથી ચોરાયેલી મૂર્તિઓ ભારત પરત લાવવામાં આવશે’, આર્ટ રિકવરી ઈન્ટરનેશનલે આપી માહિતી

ઓસ્ટ્રેલિયા બે દિવસ પહેલા ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને જૈન પરંપરા વગેરે સાથે સંબંધિત 29 પ્રાચીન વસ્તુઓ ભારતને પરત આપી છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું હતું.

'1990ના દાયકામાં ભારતમાંથી ચોરાયેલી મૂર્તિઓ ભારત પરત લાવવામાં આવશે', આર્ટ રિકવરી ઈન્ટરનેશનલે આપી માહિતી
Ancient sculpture (Representative Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 4:57 PM
Share

એક સમયે આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના સ્તૂપનો ભાગ રહેલી પ્રાચીન મૂર્તિઓ 1990ના દાયકામાં ભારતના એક સંગ્રહાલયમાંથી ચોરાઈ ગઈ હતી અને હવે તે યુરોપમાં મળી આવ્યા બાદ પરત કરવામાં આવશે. આર્ટ રિકવરી ઈન્ટરનેશનલ (Art Recovery International) જે ચોરાયેલી અને લૂંટાયેલી ઐતિહાસિક કલાકૃતિઓને પુનઃસ્થાપિત કરવા પર કામ કરે છે, તેણે કહ્યું કે તેણે ગયા અઠવાડિયે બ્રસેલ્સમાં ભારતીય હાઈ કમિશન ખાતે એમ્બેસેડર સંતોષ ઝાને ADની ત્રીજી સદીની મૂર્તિ સોંપી. ઈન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ (IPP) દ્વારા તેના ઈતિહાસ વિશે ચેતવણી આપ્યા બાદ સંસ્થાએ પ્રતિમાને બિનશરતી આપવા માટે ભારત સરકાર સાથે વાટાઘાટો કરવા સંમતિ આપી.

વકીલ અને ARIના સ્થાપક ક્રિસ્ટોફર એ. મેરિનેલોએ જણાવ્યું હતું કે, “ચોરી અને લૂંટાયેલી કલાની સમસ્યા માત્ર ચોરીનો ભોગ બનેલી વ્યક્તિ સુધી મર્યાદિત નથી. ગેરકાયદે માલના માલિકો વધુને વધુ એ હકીકતને ધ્યાનમાં લઈ રહ્યા છે કે તેઓ સંભવિત જપ્તી, કાનૂની કાર્યવાહી અને પ્રતિષ્ઠાના નુકસાનનો સામનો કર્યા વિના ચોરી કરેલી કલાકૃતિઓને સરળતાથી વેચી, પ્રદર્શિત અથવા પરિવહન કરી શકતા નથી.

ઓસ્ટ્રેલિયાએ પણ ભારતને 29 પ્રાચીન વસ્તુઓ પરત કરી

ઓસ્ટ્રેલિયા બે દિવસ પહેલા ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને જૈન પરંપરા વગેરે સાથે સંબંધિત 29 પ્રાચીન વસ્તુઓ ભારતને પરત આપી છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રાચીન વસ્તુઓ જુદા જુદા સમયગાળાની છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)એ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાથી ભારત પરત લાવવામાં આવેલી 29 પ્રાચીન વસ્તુઓનું નિરીક્ષણ કર્યું. આ પ્રાચીન વસ્તુઓ અલગ-અલગ સમયની છે અને તેમાંથી ઘણી 9મી-10મી સદીની પણ છે.

‘મૂર્તિઓમાં રેતીના પત્થર, આરસ, કાંસા અને પિત્તળ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે’

પીઆઈબીએ કહ્યું કે આ પ્રાચીન વસ્તુઓ ભારતની ધરોહર છે, જેને પરત લાવવાનું એક ઐતિહાસિક પગલું છે. ભારતમાં પાછા લાવવામાં આવેલા મોટાભાગના શિલ્પોમાં સેન્ડસ્ટોન, આરસ, કાંસ્ય અને પિત્તળ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રાચીન વસ્તુઓ છ કેટેગરીની છે, ‘શિવ અને તેમના શિષ્યો’, ‘શક્તિની પૂજા’, ‘ભગવાન વિષ્ણુ અને તેમના સ્વરૂપો’, જૈન પરંપરા, ચિત્રો અને સુશોભન વસ્તુઓ. આ પ્રાચીન વસ્તુઓ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની છે.

આ પણ વાંચો: Surat : ઉત્રાણની ગજેરા વિદ્યાભવનનો વધુ એક વિવાદ, એલસી લેવા પહોંચેલા વાલીઓ પાસે વધુ ફી માગતા હોબાળો

આ પણ વાંચો: આપઘાતનું હોટસ્પોટઃ રાજકોટમાં અઢી માસમાં 100થી વધુએ કરી આત્મહત્યા, 5 વર્ષમાં 2104 લોકોએ જીવન ટુંકાવ્યું

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">