Ahmedabad : સાયબર ઓનલાઇન ફ્રોડથી બચજો, પેમેન્ટ કરવા કે લેવા માટે ક્યુ આર કોડ ન કરતા સ્કેન, જો સ્કેન કર્યો કોડ તો એકાઉન્ટ થશે ખાલી
છેલ્લા ઘણા સમયથી અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. આવા આર્મીમેનના નામે ઠગાઈ કરનારની શોધખોળ હાથ ધરવા ફરી એકવાર સાયબર ક્રાઇમ પણ એક્ટિવ બન્યું છે.
Ahmedabad : જો આપને કોઈ ઓનલાઇન ખરીદી (Shop online)કરવા માટે મેસેજ કોલ કરે અને બાદમાં પેમેન્ટ માટે કયુ આર કોડ મોકલે તો ચેતજો. આજકાલ ક્યુ આર કોડથી ઠગાઈ થવાના કિસ્સા સતત વધી રહ્યા છે. કેવી રીતે ચેતવું જોઈએ આ ઠગાઈથી વાંચો આ અહેવાલમાં.
સાયબર ફ્રોડ (Cyber fraud)કરતી ટોળકી ફરી જૂની મોડ્સ ઓપરેન્ડીથી લોકોને છેતરી રહી છે. કોઈપણ માધ્યમથી લોકોનો આ ટોળકી સંપર્ક કરી બાદમાં વસ્તુ ઓનલાઇન ખરીદવાનું કહી વાતચીત કરે છે. થોડા દિવસ સુધી વાતોમાં ભોળવી ઓર્ડર આપે છે. ઓર્ડર આપનાર વ્યક્તિ આર્મીમેન હોવાનું કહે છે. બાદમાં પેમેન્ટ કરવાની તેઓની રીત અલગ હોવાનું કહી કયુ આર કોડ મોકલે છે. જે કોઈપણ વ્યક્તિ સ્કેન કરેને સીધા જ બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે.
આવો જ એક કિસ્સો નારણપુરા પોલીસ મથકે નોંધાયો.જેમાં એક વેપારીએ 49 હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો.મોટાભાગે સાયબર ક્રાઇમ દ્વારા પૈસા પરત અપાવી દેવામાં આવે છે. પણ ભોગ બનનાર સાયબરમાં જાણ કરવાનું મોડું કરે તો તે પૈસા પરત મેળવી શકતા નથી. જો કે લોકોએ આવા ક્યુ આર કોડ સ્કેન કરાવનાર, લિંક આપી પેમેન્ટ કરવાનું કહેનારથી સતત બચવું જોઈએ તે જ એક ઉપાય છે.
છેલ્લા ઘણા સમયથી અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. આવા આર્મીમેનના નામે ઠગાઈ કરનારની શોધખોળ હાથ ધરવા ફરી એકવાર સાયબર ક્રાઇમ પણ એક્ટિવ બન્યું છે. પરંતુ સાયબર ફ્રોડ જૂની મોડ્સ ઓપરેન્ડી ફરી શરૂ થઈ છે. જેમાં ચિટર આર્મીમેન ઓળખાણ આપી પોતાનું પોસ્ટિંગ બીજે થતું હોવાથી એક્ટિવા, કેમેરો સહિત વસ્તુ વેચવાનું કહી કયું.આર કોર્ડ મોકલી ઠગાઇ આચરે છે. ત્યારે આવનાર દિવસોમાં ઠગ ટોળકી પકડાય છે કે કેમ તે જોવાનું રહેશે. પણ લોકોને એક જ અપીલ છે કે ક્યુ આર કોડ કે લિંક આવે તો પેમેન્ટ કરતા ચેતજો નહિ તો તમારુ એકાઉન્ટ થઈ જશે ખાલી.
આ પણ વાંચોઃ Surat : ગ્રીષ્મા હત્યા કેસ પર નાટક બન્યું, સુરતના નાટ્યકલાકારોએ સમાજને સંદેશો આપવા વિશેષ પ્રસ્તુતી તૈયાર કરી
આ પણ વાંચો : આપઘાતનું હોટસ્પોટઃ રાજકોટમાં અઢી માસમાં 100થી વધુએ કરી આત્મહત્યા, 5 વર્ષમાં 2104 લોકોએ જીવન ટુંકાવ્યું