જાણો પાછલા વર્ષોમાં કેટલા લાખ કરોડનુ હતું Budgetનું કદ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2021-22 માટે 34.83 લાખ કરોડનુંBudget રજૂ કર્યું હતું. જે વર્ષ 2017-18 માં બજેટના કદ 21.41 લાખ કરોડ કરતાં 13.42 લાખ કરોડનો વધારો સૂચવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવામાં માટે દર વર્ષે Budgetના કદમાં વધારો કરવામાં આવે છે. જેમાં છેલ્લા વર્ષોનું બજેટનું કદ નીચે મુજબ હતું
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2021-22 માટે 34.83 લાખ કરોડનુંBudget રજૂ કર્યું હતું. જે વર્ષ 2017-18 માં બજેટના કદ 21.41 લાખ કરોડ કરતાં 13.42 લાખ કરોડનો વધારો સૂચવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવામાં માટે દર વર્ષે Budgetના કદમાં વધારો કરવામાં આવે છે. જેમાં છેલ્લા વર્ષોનું બજેટનું કદ નીચે મુજબ હતું
વર્ષ 2021-22 માટે 34.83 લાખ કરોડનું બજેટ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2021-22 માટે 34.83 લાખ કરોડના બજેટમાં દેશને આત્મ નિર્ભર બનાવવા માટે અનેક સેક્ટરો પર ભાર આપ્યો છે. જેમાં નાણામંત્રીએ આ વર્ષના બજેટમા માળખાકીય સુવિધાના વિકાસ અને આરોગ્ય ક્ષેત્રના વિસ્તાર પર ભાર મુકયો છે. તેમજ તેમણે આ બજેટમાં 35,000 કરોડ રૂપિયા કોરોના વેકસીન માટે ફાળવ્યા છે.
વર્ષ 2020 -21 માં બજેટનું કદ 30. 42 લાખ કરોડનું હતું. આ બજેટ વર્ષ(2020-21 ) માં ડિફેન્સ બજેટની ફાળવણીમાં પર ભાર મૂક્યો હતો. જેમાં ડિફેન્સ માટે 3.37 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જે ગત વર્ષે 3.18 લાખ કરોડની હતી. જેમાં નવા હથિયારો, એરક્રાફ્ટ, વોરશીપ અને અન્ય ડિફેન્સ હાર્ડવેર માટે નાણાની ફાળવણી કરવામાં આવી હતી.
વર્ષ 2019-20 માં બજેટનું કદ 27.86 લાખ કરોડનું હતું. આ બજેટ (વર્ષ 2019-20 ) માં કૃષિ ક્ષેત્ર માટે ફાળવણી વધારવામાં આવી હતી. જેમાં 13 મંત્રાલયોને વધુ નાણાકીય ફાળવણી કરવામાં આવી હતી. જેમાં મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મસ વેલ્ફેરને ( 82.9 %) મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલીયમ એન્ડ નેચરલ ગેસ (32.1ટકા) અને મિનિસ્ટ્રી ઓફ રેલ્વેને ( 23.4 ટકા) નાણા ફાળવવામાં આવ્યા હતા.
વર્ષ 2018-19 માં બજેટનું કદ 24.42 લાખ કરોડનું હતું
આ બજેટ (વર્ષ 2018-19 ) માં નાણાં મંત્રી અરુણ જેટલીએ રજૂ કર્યું હતું. જેમાં આ બજેટ ગ્રામીણ ભારતના વિકાસ અને ખેતી આધારિત હતું. જેમાં ખેડૂતોને પાકના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને કિસાન ક્રેડિટ ટાર્ગેટ પર વધારવામાં આવ્યો હતો. આ ઉપરાંત 10 કરોડ કુટુંબોને પાંચ લાખ રૂપિયાની વીમાની જાહેરાત કરી હતી. તેમજ અરુણ જેટલીએ એક લાખ રૂપિયાના ઇક્વિટી નફા પર લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ ફરી દાખલ કર્યો હતો.
વર્ષ 2017-18 માં બજેટનું કદ 21.41 લાખ કરોડનું હતું વર્ષ 2017-18નું બજેટ નાણા મંત્રી અરુણ જેટલીએ રજૂ કર્યું હતું. આ બજેટમાં ત્રણ મુખ્ય બાબતો પર ભાર મૂક્યો હતો. જેમાં બજેટની તારીખ માર્ચ મહિનાના બદલે ફેબ્રુઆરી માસમાં કરવામાં આવી હતી. તેમજ રેલ્વે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરી દેવામાં આવ્યું હતું. તેમજ આયોજિત અને બિન આયોજિત ખર્ચાઓને એક સાથે રજુ કરવામાં આવ્યા હતા.