સુરત, અમદાવાદમાં ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓનું બની રહ્યું છે નકલી આધાર કાર્ડ ! આખા દેશમાં ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ, જાણો શું છે કાવતરું ?
હવા મહેલના ધારાસભ્યએ આજે જયપુરમાં નકલી આધાર કાર્ડ બનાવવા સામે કાર્યવાહી કરી. અહીં બાંગ્લાદેશી ઘૂસણખોરોના નકલી કાર્ડ બનાવવામાં આવી રહ્યા હતા, આ આરોપીઓને સખત સજા થવી જોઈએ અને દેશભરમાં થઈ રહેલી આવી છેતરપિંડી બંધ થવી જોઈએ.
જયપુરમાં નકલી આધાર કાર્ડ બનાવવા સામે હવા મહેલના ધારાસભ્યએ કૌભાંડ બહાર લાવ્યું. તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશીઓ અનેક રાજ્યોમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. આ ઘટનામાં કલ્પના કરો કે કેવી રીતે જેહાદીઓ દ્વારા દેશને પોકળ બનાવવાનું કામ પુરી તાકાતથી કરવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રની સાથે દેશભક્તોએ પણ સંપૂર્ણ સતર્ક રહેવું આ ઘટના બાદ જરૂરી બન્યું છે.
જયપુરમાં નકલી આધાર કાર્ડ બનાવવાની ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે. બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ માત્ર કાનૂની સમસ્યાઓ જ નહીં પરંતુ એક મોટો સુરક્ષા ખતરો પણ છે. આવી પ્રવૃત્તિઓ ગુનેગારો માટે ઓળખ છુપાવવાનું અને છેતરપિંડી કરવાનું માધ્યમ બની જાય છે.
બાલમુકુંદ આચાર્ય હવામહલ બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીત્યા
ફક્ત જયપુરમાં જ નહીં પરંતુ સમગ્ર દેશના ખૂણે ખૂણે થી અહીં નકલી આધાર કાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવતા. કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ખુદ ધારાસભ્યએ કર્યો હતો. બાલમુકુંદ આચાર્ય હવામહલ બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીત્યા હતા. ચૂંટણી જીતતાની સાથે જ તેઓ એક્શનમાં છે. તેમણે ઓફિસરને ચેતવણી આપી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બાલમુકુંદ આચાર્ય જયપુરના બાલાજી હથોજ ધામના મહંત છે. રાજસ્થાનમાં તેમની સારી પ્રતિષ્ઠા છે. બાલમુકુંદજીએ દાવો કર્યો કે જયપુરના પરકોટા વિસ્તારમાં આવા સેંકડો મંદિરો છે, જ્યાં પહેલા મંદિરો હતા. તે હવે નાશ પામ્યા છે. એવો પણ દાવો તેમણે કર્યો હતો કે તેમની પાસે સેંકડો મંદિરોના અસ્તિત્વના પુરાવા હોવાનું પણ જણાવ્યું હતું.
ભારત સરકાર અને સંબંધિત એજન્સીઓ નકલી આધાર કાર્ડના કેસોને રોકવા માટે કડક પગલાં લઈ રહી છે, જેમ કે આધાર માટે પ્રમાણીકરણ પ્રક્રિયાને મજબૂત કરવી અને નિયમિત વેરિફિકેશન ડ્રાઈવ હાથ ધરવી.
જો તમારી પાસે આવી કોઈ પ્રવૃત્તિ વિશે માહિતી હોય, તો તરત જ સ્થાનિક પોલીસ અથવા આધાર કેન્દ્રનો સંપર્ક કરો જેથી કરીને ગુનેગારો સામે પગલાં લઈ શકાય.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી વાયરલ વીડિયોના આધારે છે. આ વીડિયોની પુષ્ટિ Tv9 કરતું નથી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફેક આધારકાર્ડ બનાવવાના કૌભાંડ અંગે વાતચીત થઈ રહી છે.