
કટોકટી એટલે ઈમરજન્સી. હકીકતમાં સંકટના સમયને કટોકટી કહેવાય છે. જ્યારે કોઈ આફત આવે છે, તે દરમિયાનનો સંઘર્ષ અને મુશ્કેલીઓ કટોકટીના સમયગાળાનું સૂચક છે, પરંતુ કટોકટી હવે એક શબ્દ બની ગયો છે, જ્યારે પણ તેનો ઉલ્લેખ થાય છે, ત્યારે સૌથી પહેલા વર્ષ 1975નો સમયગાળો યાદ આવે છે. 25 જૂન, 1975ના રોજ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આ પહેલા પણ દેશમાં બે વખત ઈમરજન્સી લાદવામાં આવી હતી, પરંતુ તે બંને ઈમરજન્સીનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળે છે. શક્ય છે કે આજે ઘણા લોકોને ખબર પણ ન હોય કે દેશમાં કુલ ત્રણ વખત ઈમરજન્સી લાદવામાં આવી છે. યોગાનુયોગ ત્રણેય વખત કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં હતી અને ત્રણેય વખત કલમ 352નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈન્દિરા ગાંધીએ લગાવેલી ત્રીજી કટોકટી એ રાજકીય વિરોધીઓ પરના દમનને લઈને દેશ અને દુનિયામાં સૌથી વધુ ચર્ચામાં રહી છે. 1975ની ઈમરજન્સીને ઈન્દિરા ગાંધીની શાસન શૈલીનું પ્રતિબિંબ માનવામાં આવતું હતું. ઈમરજન્સી પર ચર્ચા થાય અને ઈન્દિરા...
Published On - 8:07 pm, Sat, 4 January 25