ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ નવી પેઢીની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર તેનું પરીક્ષણ સફળ રહ્યું હતું. મિસાઇલના ત્રણ પરીક્ષણો મુજબ આ પ્રથમ પ્રી-ઇન્ડક્શન નાઇટ લોન્ચિંગ હતું. મિસાઇલના ત્રણ સફળ વિકાસ પરીક્ષણો પછી વપરાશકર્તાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ આ પ્રથમ પ્રી-ઇન્ડક્શન નાઇટ પ્રક્ષેપણ હતું, જે સિસ્ટમની ચોકસાઈ અને વિશ્વસનીયતાને માન્ય કરે છે.
રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટેશન જેમ કે રડાર, ટેલિમેટ્રી અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ્સ વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવી હતી, જેમાં બે ડાઉન-રેન્જ વેસલ્સનો સમાવેશ થાય છે, જેથી વાહનના સમગ્ર માર્ગને આવરી લેતી ફ્લાઇટ ડેટા મેળવવામાં આવે.
New Generation Ballistic Missile Agni Prime was successfully flight tested by DRDO on 7th June at around 7:30 pm from Dr APJ Abdul Kalam Island off the coast of Odisha. During the flight test, all objectives were successfully demonstrated. pic.twitter.com/aG2g4FEEXs
— ANI (@ANI) June 8, 2023
ડૉ. સમીર વી. કામત, DRDOના અધ્યક્ષે, DRDO પ્રયોગશાળાઓની ટીમો અને પરીક્ષણમાં સામેલ લોકોની પ્રશંસા કરી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પરીક્ષણ DRDO અને સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડના અધિકારીઓએ જોયું હતું. આ પરીક્ષણની સફળતા સાથે આ બેલેસ્ટિક મિસાઈલને સૈન્ય શસ્ત્રમાં સામેલ કરવાનો રસ્તો વધુ સાફ થઈ ગયો છે.
આ સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી પેઢીની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમની સફળતા માટે તેમજ કોપી-બુક પ્રદર્શન માટે ડીઆરડીઓ અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગ્નિ પ્રાઇમ મિસાઈલ અગ્નિ શ્રેણીની નવી પેઢીની મિસાઈલ છે. તેનું વજન 11000 કિલોની આસપાસ જણાવવામાં આવી રહ્યું છે. તેની ક્ષમતાની વાત કરીએ તો તે 2000 કિમી અંતરનું લક્ષ્ય હાંસલ કરી શકે છે.