ભારતે સફળતાપૂર્વક બેલેસ્ટિક મિસાઈલ ઈન્ટરસેપ્ટરનું પરીક્ષણ કર્યું, BMD સિસ્ટમવાળા દેશોના ક્લબમાં સામેલ થયું
Naval Ballistic Missile: આજે ભારતીય નૌકાદળની તાકાતમાં જબરદસ્ત વધારો થયો છે. નેવીએ DRDO સાથે મળીને 'એન્ડો-એટમોસ્ફેરિક ઈન્ટરસેપ્ટર મિસાઈલ'નું સફળ પરીક્ષણ કર્યું છે.
India test-fired Naval Ballistic Missile: ભારતીય નૌકાદળ હવે વધુ શક્તિશાળી બની ગયું છે. નેવી હવે બેલેસ્ટિક મિસાઈલના ખતરાનો પણ સામનો કરી શકશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ભારતીય નૌકાદળે 21 એપ્રિલે બંગાળની ખાડીમાં ઓડિશાના કિનારે પ્રથમ સમુદ્ર આધારિત ‘એન્ડો-એટમોસ્ફેરિક ઈન્ટરસેપ્ટર મિસાઈલ’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણનો ઉદ્દેશ પ્રતિકૂળ બેલેસ્ટિક મિસાઈલ ખતરાને ઓળખવાનો અને તેને નિષ્ક્રિય કરવાનો છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બેલેસ્ટિક મિસાઈલ ઈન્ટરસેપ્ટરના પરીક્ષણ સાથે, ભારત હવે બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) ક્ષમતા ધરાવતા દેશોના ચુનંદા ક્લબમાં સામેલ થઈ ગયું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સિદ્ધિ માટે DRDO અને ભારતીય નૌકાદળને અભિનંદન પાઠવ્યા છે.
DRDO and Indian Navy successfully conducted a maiden flight trial of a sea-based endo-atmospheric interceptor missile off the coast of Odisha in Bay of Bengal on April 21. The purpose of the trial was to engage and neutralize a hostile ballistic missile threat thereby elevating… pic.twitter.com/FXK2kRuPVN
— ANI (@ANI) April 22, 2023
નેવી દુશ્મનની મિસાઈલોને દરિયામાં જ નષ્ટ કરી શકશે
જણાવી દઈએ કે આ મિસાઈલની મદદથી ભારતીય સેના દુશ્મનની મિસાઈલોને દરિયામાં જ નષ્ટ કરી શકશે. ભારત સિવાય આ પ્રકારની મિસાઈલ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા, પાડોશી દેશ ચીન, રશિયા અને ઈઝરાયલ પાસે છે.
ઈન્ડિયન એરોસ્પેસ ડિફેન્સ ન્યૂઝે તેના ટ્વિટર પર મિસાઈલના પરીક્ષણનો વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું કે ભારતે આજે ભારતીય નૌકાદળના જહાજમાંથી નેવલ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
For the first time in history: India test-fired Naval Ballistic Missile Defence interceptor system successfully
India today successfully carried out the Naval Ballistic Missile Defence (BMD) interceptor missile from an Indian Navy ship.
📸 for representation #IADN https://t.co/VXTA2B2c71 pic.twitter.com/Ps6z6opbeB
— Indian Aerospace Defence News – IADN (@NewsIADN) April 22, 2023
ભારતે મિસાઈલ સિસ્ટમ વિકસાવવામાં આત્મનિર્ભરતા હાંસલ કરી છે
બેલિસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટરનું પરીક્ષણ કર્યા પછી, DRDOના વડા સમીર વી કામતે મિસાઇલની ડિઝાઇન અને તેને બનાવવામાં સામેલ ટીમોની પ્રશંસા કરી. સમીર વી કામતે કહ્યું કે ભારતે અત્યંત જટિલ નેટવર્ક-કેન્દ્રિત એન્ટી-બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ વિકસાવવામાં આત્મનિર્ભરતા હાંસલ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…