દિલ્હીની માઉન્ટ આબુ સ્કુલનાં વિદ્યાર્થીનું નાની ઉંમરમાં મોટુ કામ, ગ્રહમંડળમાં શોધી કાઢ્યો ગ્રહ કે નાસા પણ રહી ગયું દંગ, હવે કરાશે વિશેષ સંશોધન

દિલ્હીની માઉન્ટ આબુ શાળામાં ભણવા વાળા 14 વર્ષનાં બાળકે એક મોટી શોધ કરીને નાસાને પણ દંગ કરી દીધું છે. 14 વર્ષનાં વિદ્યાર્થી નિખિલ ઝાએ અખિલ ભારતીય નાના ગ્રહ શોધ અભિયાનમાં ભાગ લઈને એક નાના ગ્રહને શોધી કાઢ્યો છે. આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત ભારતીય ખગોળવિદ્દો દ્વારા ખગોળ શોધ અને હાર્ડિન સીમન્સ વિશ્વ વિદ્યાલય તેમજ ટેક્સાસનાં સહયોગથી […]

દિલ્હીની માઉન્ટ આબુ સ્કુલનાં વિદ્યાર્થીનું નાની ઉંમરમાં મોટુ કામ, ગ્રહમંડળમાં શોધી કાઢ્યો ગ્રહ કે નાસા પણ રહી ગયું દંગ, હવે કરાશે વિશેષ સંશોધન
http://tv9gujarati.in/dilhi-ni-mount-a…a-karse-research/
Follow Us:
| Updated on: Jun 23, 2020 | 1:51 PM

દિલ્હીની માઉન્ટ આબુ શાળામાં ભણવા વાળા 14 વર્ષનાં બાળકે એક મોટી શોધ કરીને નાસાને પણ દંગ કરી દીધું છે. 14 વર્ષનાં વિદ્યાર્થી નિખિલ ઝાએ અખિલ ભારતીય નાના ગ્રહ શોધ અભિયાનમાં ભાગ લઈને એક નાના ગ્રહને શોધી કાઢ્યો છે. આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત ભારતીય ખગોળવિદ્દો દ્વારા ખગોળ શોધ અને હાર્ડિન સીમન્સ વિશ્વ વિદ્યાલય તેમજ ટેક્સાસનાં સહયોગથી આયોજીત કરેલા કાર્યક્રમમાં નિખિલે પણ ભાગ લીધો હતો અને તેમાં તેણે આ નાનો અને નવો ગ્રહ શોધી કાઢ્યો હતો જેની પુષ્ટી આંતરરાષ્ટ્રીય ખગોળ શોધ અને સહયોગ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. જણાવવું રહ્યું કે આ પ્રતિયોગીતામાં અનેક ભારતીય વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  નિખિલનાં જણાવ્યા અનુસાર ભવિષ્યમાં નાસા જેવી સંસ્થાઓ અને અન્ય અંતરીક્ષમાં કામ કરનારી સંસ્થા તેના પર અધ્યયન કરશે. 2019માં આ પ્રતિયોગીતા આયોજીત કરવામાં આવી હતી અને તેનું પરિણામ 2020માં જાહેર કરવામાં આવ્યું હતું. નાના ગ્રહની શોધ કરીને નિખિલ સૌથી નાની ઉંમરનો સ્પર્ધક બની ગયો છે. નિખિલનાં જણાવ્યા અનુસાર માઉન્ટ આબુ શાળાનાં એસ્ટ્રોનોમી લેબ દ્વારા ઘણી મહેનત કરવામાં આવી હતી.

                               આ સ્પર્ધામાં દર વર્ષે 400 થી વધુ શાળા અને કોલેજ ભાગ લેતા હોય છે કે જેમાં તેમણે માઈનર પ્લેનેટ સેન્ટરનો રીપોર્ટ તૈયાર કરવાનો રહે છે. આ રીપોર્ટ આંતરરાષ્ટ્રીય ખગોળ સંસ્થાને મોકલી આપવામાં આવે છે, જે તેની સમીક્ષા કરતું રહે છે જે બાદ પરિણામ જાહેર કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ કોઈ શોધ કરવામાં સફળ રહ્યા છે કે નહી.

          નિખિલની વાત કરીએ તો તેના ખાલી સમયમાં ખગોળ, વિજ્ઞાન, ખગોળ ફોટોગ્રાફી, ડેટા એનાલિટિક્સ, રોબોટીક્સની શોધ કરીને વિતાવતો રહે છે. તેના પ્રેરણા સ્ત્રોત તરીકે તે ન્યૂટન અને એડવિન હબલને માને છે. તેમના મુજબ શરૂઆતથી જ ખગોળ વિજ્ઞાનમાં તેને રૂચી રહી છે. જ્યારે પણ તે આકાશ, તારાને જુએ છે કે ઉત્સુક થઈ જાય છે અને પછી શિક્ષક સાથે બેસીને ચર્ચા કરે છે. તેણે કહ્યું કે તેની શાળામાં ખગોળની પ્રયોગ શાળા ખુલી ત્યારે એક ખગોળ વિજ્ઞાન ક્લબ પણ હતી જે માધ્યમ થકી તેમાં ભાગ લેવાની શરૂઆત કરી. નવા ગ્રહની શોધ કર્યા બાદ તેનો વિજ્ઞાન પરત્વેનો પ્રેમ હવે ઓર વધી ગયો છે. તેનું માનવું છે કે દ્રઢ વિશ્વાસ અને મહેનત જ તમને તમારા સપનાંને મેળવી આપવા માટેનો એક માત્ર રસ્તો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">