AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આતંકવાદ સામે ‘મોટી કાર્યવાહી’! સોશિયલ મીડિયાથી યુવાનોને ભટકાવવાનું કાવતરું ખુલ્લું પડ્યું, સુરક્ષા દળોએ સેકંડોમાં કર્યો ‘પર્દાફાશ’

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષા એજન્સીઓએ મોટો સકંજો કસ્યો છે. પહાડો બાદ હવે મોબાઇલ અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોનું બ્રેઇનવોશ કરી ડિજિટલ રેડિકલાઇઝેશન ફેલાવતા મોટા મોડ્યુલનો પર્દાફાશ થયો છે.

Breaking News: આતંકવાદ સામે 'મોટી કાર્યવાહી'! સોશિયલ મીડિયાથી યુવાનોને ભટકાવવાનું કાવતરું ખુલ્લું પડ્યું, સુરક્ષા દળોએ સેકંડોમાં કર્યો 'પર્દાફાશ'
| Updated on: Aug 08, 2026 | 5:12 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ હવે પહાડોમાંથી નીકળીને મોબાઇલ સ્ક્રીન સુધી પહોંચી રહ્યો છે. કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીરે આના એક મોટા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ઇન્ટેલિજન્સ વિંગે શનિવારે સવારે જ ઉત્તર અને દક્ષિણ કાશ્મીરના 5 જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા.

કયા કયા જિલ્લાઓમાં દરોડા પાડ્યા?

એવો આરોપ છે કે, ઓનલાઈન માધ્યમ દ્વારા આતંકવાદનો મહિમા કરવામાં આવી રહ્યો હતો. યુવાનોનું બ્રેઇનવોશ કરીને તેમને કટ્ટરપંથ તરફ ધકેલવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. આ ઉપરાંત આતંકીઓની ભરતીની પણ તૈયારી થઈ રહી હતી.

આ દરોડા આતંકીઓના સ્લીપર સેલ અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ વિશે માહિતી મેળવવા માટે પાડવામાં આવ્યા હતા. આ અભિયાન હેઠળ બારાબુલ્લા, શોપિયાં, અનંતનાગ, કુપવાડા અને બાંડીપોરામાં દરોડા પાડવામાં આવ્યા હતા.

દરોડાની આ કાર્યવાહી એક FIR હેઠળ કરવામાં આવી છે, જેમાં આતંકવાદ ફેલાવવા, યુવાનોને કટ્ટરતા તરફ ધકેલવા અને તેમને આતંકી ટ્રેનિંગ માટે ભરતી કરવાના આરોપોમાં ગુનો નોંધાયેલ છે.

અધિકારીઓનું કહેવું છે કે, FIR માં નોંધાયેલ છે કે આ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આતંકવાદને ગ્લોરીફાઇ કરી રહ્યા હતા. આ ઉપરાંત યુવાનોને આતંકી સંગઠન સાથે જોડાવા માટે લલચાવવામાં આવી રહ્યા હતા.

સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, તાજેતરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બાદ કાર્યવાહી ઝડપી બનાવી છે. તે ઘટનાઓ પછીથી પોલીસ અત્યાર સુધી આખી કાશ્મીર ઘાટીમાં લગભગ 5000 લોકોની પૂછપરછ કરી ચૂકી છે.

Social Media પર ખોટો નેરેટિવ ફેલાવ્યો

આ લોકોની પૂછપરછ દરમિયાન જ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના સ્લીપર મોડ અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સક્રિય હોવાની માહિતી મળી હતી. આ જ આધારે કાર્યવાહી ઝડપી બની છે. કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીરે સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આ કાર્યવાહી હેઠળ કુપવાડાના બાબર ડારના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેના પર આરોપ છે કે, તેણે સિમ કાર્ડ્સનો ગેરઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ખોટો નેરેટિવ ફેલાવ્યો હતો. બાંડીપોરામાં અબ્દુલ રાશિદ ડારની દીકરી લાલીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તેના પર પણ આરોપ છે કે, તેણે સિમનો ગેરઉપયોગ કર્યો અને ઓનલાઇન માધ્યમથી આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો.

દરોડા પણ પાડવામાં આવ્યા

વધુમાં, અબરાર નબી અહમદના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત શોપિયાંના ગુલઝાર અહમદ વાનીના ઘરે પણ રેડ પાડવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગુલઝાર અહમદ વાનીનો પુત્ર ઉસ્માન ગુલઝાર પહેલાથી જ સેન્ટ્રલ જેલમાં બંધ છે.

તેને આર્મ્સ એક્ટ, આઇપીસી અને UAPA હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો છે. એજન્સીનું કહેવું છે કે, ડિજિટલ રેડિકલાઇઝેશન નેટવર્ક ફેલાયેલું છે. આ ઉપરાંત ટેરર ફાઇનાન્સિંગ વિશે પણ માહિતી મળી છે.

ડિફેન્સ સેકટરમાં મોદી સરકારનો મોટો ખેલ ! ફ્રાન્સ સાથેની એક ડીલથી ભારતીય કંપનીઓને મોટો ફાયદો

Follow Us
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
g clip-path="url(#clip0_868_265)">