AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“તમારા બાળકોને એટલા કટ્ટર બનાવો કે તેઓ અન્ય ધર્મના પ્રભાવમાં ન આવે”- પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આરોપ લગાવ્યો છે કે કેટલાક મુસ્લિમો દેશને ગઝવા-એ-હિંદ બનાવવાનુ ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે દરેક મુસ્લિમો નહીં પરંતુ કેટલાક મુસ્લિમો આવુ કાવતરુ કરી રહ્યા છે. વિદેશોમાં તેમના આકા બેસેલા છે જે તેઓને ફન્ડીંગ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે હિંદુઓ ડરી જાય, ભાગી જાય પરંતુ હિંદુઓ આ નથી સમજી રહ્યા. તેઓ જાતિ-જ્ઞાતિમાં જ ફસાયેલા છે.

તમારા બાળકોને એટલા કટ્ટર બનાવો કે તેઓ અન્ય ધર્મના પ્રભાવમાં ન આવે- પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
| Updated on: May 05, 2025 | 5:26 PM
Share

મધ્યપ્રદેશમાં હિંદુ યુવતીઓ સાથે દુષ્કર્મ, બ્લેકમેઈલિંગ અને ધર્માન્તરની ઘટનાઓને લઈને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે હિંદુ સમુદાયોને તેમના બાળકોને સંસ્કાર દેવાની સાથે હિંદુ ધર્મ પ્રત્યે કટ્ટર બનાવવાની અપીલ કરી જેથી તેઓ અન્ય ધર્મના પ્રભાવમાં ન આવી જાય.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યુ “દેશ અને બુંદેલખંડનું આ કમનસીબ છે કે બાળકોના બગડી રહેલા સંસ્કારને કારણે ‘લવ જિહાદ’ જેવી ગંદી પરંપરા શરૂ થઈ રહી છે. ‘લવ જિહાદ’નું મુખ્ય કારણ આપણી દીકરીઓને સંસ્કાર ન આપવાનું છે. આપણે આપણા બાળકોને એવા સંસ્કાર દેવા પડશે કે તેઓ અન્ય કોઈ ધર્મના ચક્કરમાં ન પડે. જો આપણે સારા સંસ્કાર આપશુ તો તેઓ ધર્મપરિવર્તન તરફ નહીં પ્રેરાય”

કેટલાક મુસ્લિમોનુ ષડયંત્ર

શાસ્ત્રીએ આરોપ લગાવ્યો કે કેટલાક મુસ્લિમો દેશને ‘ગઝવા-એ-હિંદ’ બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે કહ્યુ દરેક મુસ્લિમ નહીં પરંતુ કેટલાક મુસ્લિમો આ પ્રકારનું કાવતરુ કરી રહ્યા છે. વિદેશોમાં તેમના આકા બેઠા છે. જે તેમને ફન્ડીંગ કરે છે. તેઓ ઈચ્છે છે કે હિંદુઓ ડરીને ભાગી જાય પરંતુ હિંદુઓ એ નથી સમજી રહ્યા, તેઓ અંદરોઅંદર જ જ્ઞાતિ-જાતિમાં ફસાયેલા છે. તેમણે ભાર મુક્તા કહ્યુ કે સમસ્યાનું સમાધાન માત્ર ધીરેન્દ્ર શાસ્ત્રીથી ન થઈ શકે. તેના માટે ઘરે ઘરે ધીરેન્દ્ર શાસ્ત્રી જોઈએ.

‘કટ્ટર બનાવો, ભણાવો-ગણાવો’

શાસ્ત્રીજીએ હિંદુ માતા-પિતાઓને અપીલ કરી કે તેઓ તેમના બાળકોને ભણાવે-ગણાવે પરંતુ સાથોસાથ એટલા કટ્ટર બનાવે તેઓ અન્ય ધર્મના પ્રભાવથી બચીને રહેય તેમણે કહ્યુ તમારા બાળકોને ભણાવો-ગણાવો પરંતુ એટલા કટ્ટર ન બનાવો કે તેઓ અન્ય ધર્મના ચક્કરમાં ન ફસાય.

આપને જણાવીએ મધ્યપ્રદેશમાં હાલમાં જ ભોપાલ, ઈંદોર, દમોહ, રાજગઢ, છતરપુર અને સાગર જેવી જિલ્લામાં ‘લવ જિહાદ’ સાથે જોડાયેલી ઘટનાઓ સામે આવી. જેમા હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મ, બ્લેકમેઈલિંગ અને ધર્મ પરિવર્તન માટે દબાણ લાવવાનો આરોપ છે. આ તમામ ઘટનાઓની તપાસ માટે ડીજીપી કૈલાશ મકવાણાએ વિશેષ તપાસ દળ ( SIT) ની રચના કરી છે. શાસ્ત્રીનું આ નિવેદન અનેક ઘટનાઓને એકસાથે જોડીને જોવાઈ રહ્યુ છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">