AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દિલ્હીના PWD મંત્રી પ્રવેશ વર્મા ને એક યુવકે રોડની ગુણવત્તા બાબતે સવાલ કર્યો તો આવેશમાં આવીને લાફો ઝીંકી દીધો- જુઓ Video

દિલ્હી ચૂંટણી વખતે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને ભ્રષ્ટ પાર્ટી ગણાવી તેના કામ પર સવાલ કરવામાં આવતા હતા. પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના શિશ મહલ ને ચૂંટણી જીતવા માટેનો મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે જ્યારે પોતાને નિટ એન્ડ ક્લિન પાર્ટી ગણાવતી એ જ ભાજપની સરકારના મંત્રીને રોડના કામની નબળી ગુણવત્તા અંગે સવાલ કરવામાં આવે છે તો તેઓ જવાબ આપવાને બદલ થપ્પડ ઝડી દે છે.

Breaking News: દિલ્હીના PWD મંત્રી પ્રવેશ વર્મા ને એક યુવકે રોડની ગુણવત્તા બાબતે સવાલ કર્યો તો આવેશમાં આવીને લાફો ઝીંકી દીધો- જુઓ Video
| Updated on: Sep 27, 2026 | 6:58 PM
Share

દિલ્હીમાં હાલ PM મોદીના શબ્દોમાં કહીએ તો ત્રિપલ એન્જિનની સરકાર છે. કેન્દ્રમાં ભાજપ, દિલ્હી વિધાનસભામાં ભાજપ અને MCD માં પણ ભાજપ. દિલ્હી MCD ની ચૂંટણી વખતે એવા દાવા કરવામાં આવતા હતા કે ભ્રષ્ટાચાર બાબતે ઝીરો ટોલરન્સ અને લોકોને સારા રોડ રસ્તા મળશે. રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાનુ નિરાકરણ થઈ જશે અને દિલ્હીવાસીઓને પેરિસ જેવા રસ્તા મળશે. જો કે પેરિસ તો છોડો અહીં રોડની ગુણવત્તા બાબતે જ્યારે દિલ્હી સરકારના PWD વિભાગના મંત્રી પ્રવેશ વર્માને સવાલ કરવામાં આવે છે તો તેઓ જવાબ આપવાને બદલે સવાલ કરનારને જ આવેશમાં આવીને લાફો મારી દે છે.

દિલ્હી સરકારના PWD મંત્રી પ્રવેશ વર્મા પર એક યુવકને થપ્પડ મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના અંગે જ્યારે સવાલ કરનાર યુવકને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે PWD વિભાગે અમને રોડની સ્થિતિ જોવા માટે બોલાવ્યા હતા. મે રોડ જોયો અને તેમને જણાવ્યુ કે રોડ નબળી ગુણવત્તાનો બન્યો છે અને કેવી રીતે ઉખડી રહ્યો છે. જ્યારે યુવકે મંત્રીને આ વાત જણાવી તો મંત્રી મહોદયથી સહન ન થયુ અને પ્રવેશ વર્માને આવેશ એટલો આવી ગયો કે યુવકને જ લાફો મારી દીધો.

સાહેબ સિંહ નામના યુવકે વધુમાં જણાવ્યુ ઘટના સમયે ત્યા પોલીસ પણ હાજર હતી. પ્રવેશ વર્માએ તેની માફી માગવી જોઈએ અને તેમના પર શિસ્તભંગ અનુસાર કાર્યવાહી થવી જોઈએ. યુવકે કહ્યુ કે અમે માત્ર દાવો નથી કરી રહ્યા અમારી પાસે પુરાવા સ્વરૂપે વીડિયો છે. અમે FIR નોંધાવી છે અને આગળની કાર્યવાહી કરશુ.

પોતાની સફાઈમાં મંત્રી પ્રવેશ વર્માએ શું કહ્યુ?

પ્રવેશ વર્માએ કહ્યુ આમ આદમી પાર્ટી જે વીડિયો ચલાવી રહી છે તેની પાછળનું સત્ય પણ જાણી લો. વિકાસપુરી રિંગ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી સડક નિર્માણનું કામ ચાલી રહ્યુ છે. ત્યાંના ધારાસભ્ય જરનેલસિંહ PWD વિભાગના એન્જિનિયરોને કહી રહ્યા છે કે અમારી કોન્ટ્રાક્ટર સાથે મુલાકાત કરાવો અને અમને કમિશન અપાવો.

અમારા એન્જિનિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કમિશન ન મળતા જેવો રાત્રે રોડ બનીને તૈયાર થાય કે સવારે જઈને રોડને ઉખાડી નાખતા હતા અને કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી વીડિયો બનાવતા હત.

તેમણે કહ્યુ કે જરનૈલસિંહ ના એક કાર્યકર્તાએ જ્યારે મને પરિવાર વિશે અપશબ્દો બોલવાનું શરૂ કર્યુ ત્યારે કોઈપણ વ્યક્તિ એવા સમયે આવેશમાં આવીને જે કરે એ જ મે કર્યુ છે.

આ ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિય પ્લેટફોર્મ X પર લખ્યુ છે કે દિલ્હી સરકારમાં મંત્રી પ્રવેશ વર્માનો રોડના કામમાં ભ્રષ્ટાચાર ઉજાગર થયો તો તે યુવાઓને સરેઆમ થપ્પડ મારી ગુંડાગીરી પર ઉતરી આવ્યા. આ તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે રોડ નિર્માણના કામમાં ભ્રષ્ટાચાર બતાવવા પર મંત્રી એ એક યુવકને જાહેરમાં થપ્પડ મારી.

આ ઘટના પર કોંગ્રેસે X પર લખ્યુ દિલ્હી સરકારમાં મંત્રી પ્રવેશ વર્માને એક યુવકે ખરાબ રોડ બાબતે સવાલ કર્યો તો મંત્રી તેના પર ભડકી ગયા અને ગુસ્સામાં આવી તેમણે યુવકને લાફો મારી દીધો. કોંગ્રેસે કહ્યુ ભાજપ યાદ રાખે જનતા કંઈ ભૂલતી નથી, તેમનો ઘમંડ તોડીને રહેશે.

ભાદરવી પૂનમના દિવસે જ કેમ અંબાજી પહોંચે છે લાખો ભક્તો? જાણો પદયાત્રા પાછળની રસપ્રદ માન્યતા અને ઈતિહાસ

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">