AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાદરવી પૂનમના દિવસે જ કેમ અંબાજી પહોંચે છે લાખો ભક્તો? જાણો પદયાત્રા પાછળની રસપ્રદ માન્યતા અને ઈતિહાસ

"અંબ કહેતા આનંદ થાય અને બા કહેતા બહુ સુખ થાય.." એવા જગદંબા, જગતજનની, રાજ રાજેશ્વરીનું અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલુ મા અંબાજીનું જગવિખ્યાત મંદિર અંબાજીના નામે પ્રસિદ્ધ છે. દર વર્ષે જ્યારે ભાદરવી પૂનમ આવે છે ત્યારે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દેશના અનેક ભાગોમાંથી લાખો ભક્તો અહીં પગપાળા યાત્રા કરી માતાના દર્શને પહોંચે છે. આ ભાદરવી પૂનમની યાત્રાની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ, તેની પાછળ શું ઈતિહાસ રહેલો છે? લાખો લોકો ખૂલ્લા પગે પદયાત્રા કરીને મા અંબાના દર્શને કેમ પહોંચે છે? આ યાત્રાનું આદ્યાત્મિક મહત્વ શું રહેલુ છે? આ તમામ પ્રશ્નોનો જવાબ રસપ્રદ છે. આવો જાણીએ.

ભાદરવી પૂનમના દિવસે જ કેમ અંબાજી પહોંચે છે લાખો ભક્તો? જાણો પદયાત્રા પાછળની રસપ્રદ માન્યતા અને ઈતિહાસ
| Updated on: Nov 03, 2026 | 3:41 PM
Share

અંબાજી માટે ભાદરવી પૂનમનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસોમાં લાખો માઈ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ નમાવવા પહોંચે છે. ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે ભાદરવી પૂનમે જ આટલી મોટી સંખ્યામાં ભક્તો અંબાજી કેમ પહોંચે છે? તેની પાછળની એક માન્યતા એવી છે કે ભાદરવી પૂનમ પછી તુરંત શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. આ શ્રાદ્ધ પક્ષમાં માતાજીને ઘરે પધારવા માટેનું આમંત્રણ આપી શકાતુ નથી. એટલે જ શ્રાદ્ધ પક્ષ શરૂ થાય એ પહેલા ભાદરવી પૂનમે ભક્તો મા અંબાને આમંત્રણ આપવા પહોંચે છે. કરોડો ભક્તોની એવી ભાવના હોય છે નવરાત્રિ દરમિયાન માતાજી પોતાના ઘરે, પોતાની શેરી, પોતાના શહેરમાં પધારે . ભક્તોની પ્રાર્થના હોય છે “હે મા અંબા.. હે મા દુર્ગા.. નોરતામાં મારા ઘરે, મારી શેરીમાં, મારા શહેરમાં પધારજો.” આ વર્ષોથી ચાલતી પરંપરાના કારણે ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. આ પદયાત્રાના કારણે ભાદરવી પૂનમે અંબાજીમાં મહામેળા જેવો માહોલ જામે અને મોટી સંખ્યામાં ભાવિકો અંબાજી પહોંચે છે. ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
g clip-path="url(#clip0_868_265)">