યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને મહારાષ્ટ્ર ચિંતિત, NCP વડા શરદ પવારે વિદેશ મંત્રી જયશંકર સાથે કરી ચર્ચા

આ વિકટ પરિસ્થિતિમાં દેશના હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે, ત્યારે તેમને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 'ઓપરેશન ગંગા' અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને મહારાષ્ટ્ર ચિંતિત, NCP વડા શરદ પવારે  વિદેશ મંત્રી જયશંકર સાથે કરી ચર્ચા
s jaishankar and Sharad Pawar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 3:56 PM

Maharashtra: યુક્રેન-રશિયા યુદ્ધના કારણે હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ (Indian Students) છે. હાલ ભારત સરકાર (Indian Government) તેમને વતન લાવવાના પ્રયાસોમાં લાગેલી છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ ઘણા નેતાઓ અને મંત્રીઓ યુક્રેનમાં (Ukraine) ફસાયેલા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ અને નાગરિકોના સંપર્કમાં છે.

વાલીઓએ નેતાઓની કરી આ વિનંતી

રાજ્યમાં ઘણા વિદ્યાર્થીઓના વાલીઓએ નેતાઓનો સંપર્ક કર્યો છે અને તેમના બાળકોને યુક્રેનની કટોકટીમાંથી બહાર કાઢીને વતન પરત લાવવા અપીલ કરી છે. ત્યારે હવે NCP ચીફ શરદ પવારે (Sharad Pawar) વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે આ અંગે ફોન પર વાત કરી હતી. રોમાનિયા-પોલેન્ડ બોર્ડર પર અટવાયેલા વિદ્યાર્થીઓની મદદ માટે આ ચર્ચા કરવામાં આવી હતી.

યુક્રેનના મહત્વના શહેરો પર રશિયા દ્વારા હુમલો

રશિયા દ્વારા યુક્રેનના મહત્વના શહેરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પરમાણુ હુમલાની ચેતવણી આપી છે. આ મામલે બેલારુસ ખુલ્લેઆમ રશિયાના સમર્થનમાં આવ્યું છે. જ્યારે યુરોપિયન યુનિયન અને અમેરિકા યુક્રેનના સમર્થનમાં ઉભા છે. જ્યારે ભારત, ચીન અને UEA તટસ્થ ભૂમિકા અપનાવી છે. યુક્રેનમાં રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં સાડા ત્રણસોથી વધુ લોકોના મોત થયા છે. યુક્રેનના ગૃહ મંત્રાલયે દાવો કર્યો છે કે આ હુમલામાં 1,684 લોકો ઘાયલ થયા છે. આ આંકડા વધારે હોવાની હાલ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અત્યાર સુધીમાં 1,100થી વધુ ભારતીયો પરત ફર્યા

આ વિકટ પરિસ્થિતિમાં દેશના હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. આ ભારતીયોમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. તેમને પાછા લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં પાંચ એરક્રાફ્ટ ભારતીયોને લઈને ભારત આવ્યા છે.આ સાથે જ અત્યાર સુધીમાં 1,100થી વધુ ભારતીયો વતન પહોંચી ગયા છે. પરંતુ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ અને નાગરિકો ત્યાં ફસાયેલા છે. તેમને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે.

તમને જણાવી દઈએ કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોના વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ સામેલ છે. તેમના પરિવારના સભ્યો વતી આગેવાનો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમને જલ્દી પરત લાવવા વિનંતી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Maharashtra: કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની માંગ, ફોન ટેપિંગ મામલે પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકાની તપાસ કરવામાં આવે

g clip-path="url(#clip0_868_265)">