દેશની ન્યાય વ્યવસ્થા સામે ફરી ઉઠ્યા સવાલ, દિલ્હી હાઈકોર્ટના જજના ઘરેથી મળી અધધ ₹15 કરોડની રોકડ, જજ સામે મહાભિયોગ લાવવા માગ – વાંચો
દિલ્હી હાઈકોર્ટના જજના બંગલામાં આગ લાગી અને આ આગનો રેલો હવે મહાભિયોગ સુધી પહોંચી ગયો છે. કારણ કે જજના ઘરે લાગેલી આ આગે જજના કથિત ભ્રષ્ટાચારનો પણ પર્દાફાશ કરી દીધો છે. ફાયર બ્રિગેડના જવાનો જ્યારે આગ બુજાવી રહ્યા હતા ત્યારે બંગલાના એક ઓરડામાંથી નોટોના બંડલ મળી આવ્યા છે અને આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આ રોકડ 15 કરોડ ની છે, આ ઘટના બાદ જજની અલાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરવાનો નિર્ણય લેવાયો છે જ્યારે જજ સામે મહાભિયોગ લાવવાની પણ માગ થઈ રહી છે.

દેશમાં જ્યારે બે વ્યક્તિ વચ્ચે વિવાદ થાય અને તેનુ નિરાકરણ સમજાવટથી ન આવે તો તેઓ કોર્ટના દ્વાર ખખડાવે છે. કારણ તેમને એક વિશ્વાસ હોય છે કે કોર્ટ તેમનો ન્યાય કરશે. કોર્ટમાં જનારા એ બે પક્ષોમાંથી એક પક્ષ ચાહે ગમે તેટલો તાકાતવર કેમ ન હોય. ગમે તેટલા પૈસા વેરી શકે તેવો હોય તો પણ આ દેશના સામાન્યમાં સામાન્ય માણસના મનમાં એક વિશ્વાસ એવો સંપાદિત થયેલો છે કે તે કોર્ટમાં જશે તો ન્યાયાલય તેની સાથે ચોક્કસથી ન્યાય કરશે. સમયાંતરે ન્યાયાલયની વિશ્વસનિયતા પર સવાલ ઉઠતા રહ્યા છે. પરંતુ છતા આ દેશના દરેક નાગરિકના મનમાં હજુ પણ એવો એક વિશ્વાસ રહેલો છે કે અહીં કાયદાને ખરીદી શકાતો નથી. કાયદા સમક્ષ બધા સમાન છે. જો કે હાલમાં જે ઘટના સામે આવી છે તેના પરથી કોર્ટની વિશ્વસનિયતા પર સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે એક ઘટનાએ સહુ કોઈને હચમચાવીને રાખી દીધા છે. કારણ કે દિલ્હી હાઈકોર્ટના એક જજ, યસ જજ…. ના ઘરેથી અધધ 15 કરોડ કેશ...