દિલ્લીનુ બજેટ અટવાયું, AAPએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પર બજેટને મંજૂરી ના આપવાનો લગાવ્યો આરોપ

દિલ્લી સરકારે બજેટમાં વિવિધ જાહેરાત માટે 500 કરોડના બજેટની જોગવાઈ કરી હતી. આ સાથે વિકાસ માટે બજેટમાં 22 હજાર કરોડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે.

દિલ્લીનુ બજેટ અટવાયું, AAPએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પર બજેટને મંજૂરી ના આપવાનો લગાવ્યો આરોપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 7:45 AM

મંગળવારે દિલ્લી વિધાનસભામાં રજુ થનાર બજેટ, આજે રજૂ થઈ શકશે નહીં. આમ આદમી પાર્ટી (AAP) સરકારે બજેટને લઈને મોટો દાવો કર્યો છે. AAP સરકારે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે મંગળવારે રજૂ થનારું બજેટ (બજેટ 2023) રોકી દીધું છે. AAPનો આરોપ છે કે બજેટ મંજૂરી નથી મળી. ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે દિલ્લીનું બજેટ એટલા માટે મંજૂર નથી થયું કારણ કે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દિલ્લીનું બજેટ જાહેરાત માટે નથી.

દિલ્લી સરકારે બજેટમાં વિવિધ જાહેરાત માટે 500 કરોડના બજેટની જોગવાઈ કરી હતી. આ સાથે વિકાસ માટે બજેટમાં 22 હજાર કરોડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે જાહેરાત માટેની જોગવાઈને નકારી ન હતી. પરંતુ ગૃહ મંત્રાલયે કહ્યું કે રાજ્યના બજેટનો ઉપયોગ જાહેરાતો માટે નહીં પરંતુ વિકાસ કાર્યો માટે વધુ કરવો જોઈએ.

દિલ્લીના બજેટ પર વિવાદ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે બજેટને નકારી કાઢવાના કારણો પર ચર્ચા કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું કે બજેટમાં જાહેરાત પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં જાહેરાત પર વધુ ફાળવણીની માંગ કરવામાં આવી હતી. જેના પર ગૃહ મંત્રાલયે જવાબ માંગ્યો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું કે દિલ્લી સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો, ત્યાર બાદ બજેટને અટકાવી દેવામાં આવ્યું હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તે જ સમયે, દિલ્લીની AAP સરકારે તેની સ્પષ્ટતામાં કહ્યું કે જાહેરાત પર કોઈ બજેટમાં વધારો કરવામાં આવ્યો નથી. દિલ્લી સરકાર માત્ર જાહેરાત પાછળ 550 કરોડ રૂપિયા ખર્ચ કરશે. બજેટ નામંજૂર થયા બાદ LG ઓફિસે દિલ્લી સરકાર પર પ્રહારો કર્યા છે. એલજી ઓફિસે કહ્યું કે અમને રાત્રે 9:25 વાગ્યે ગૃહ મંત્રાલય તરફથી ફાઇલ પરત મળી હતી. એલજી ઓફિસે જણાવ્યું કે ફાઈલ રાત્રે 10:05 વાગ્યે સીએમને પરત મોકલવામાં આવી હતી.

બજેટ લીક કરાયાનો આક્ષેપ

કેન્દ્ર સરકારે મંગળવારે એટલે કે આજે રજૂ થનારા દિલ્હીના બજેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે આ આરોપ લગાવ્યો હતો. સાથે જ કેજરીવાલે આ બજેટ સાથે જોડાયેલી ઘણી માહિતી લીક કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">