Coronavirus: સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. આ મહામારીના કારણે અત્યાર સુધી 2 લાખ 91 હજાર લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 30,27,925 લોકોની સારવાર ચાલી રહી છે.
Half of India isn’t wearing a mask!
Around 50% Indians do not wear a #Mask today, only 7% wear it correctly
– @MoHFW_INDIA quotes a study conducted in 25 cities #Unite2FightCorona #StaySafe pic.twitter.com/f85gvG1noQ
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) May 20, 2021
દેશમાં જ્યારથી કોરોના વાઈરસની શરુઆત થઈ ત્યારથી WHO દેશની સરકારો થકી લોકોને માસ્ક (Mask)પહેરવાની સલાહ આપી રહ્યુ છે. સાથે જ જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે. તેમ છતાં લોકો સુધરવા માટે તૈયાર નથી.
64 ટકા લોકો મોંઢુ ઢાંકે છે નાક ઢાંકતા નથી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે અધ્યયન પ્રમાણે 50 ટકા લોકો હજી પણ માસ્ક નથી પહેરતા. કોરોનાની બીજી લહેર હવે લગભગ તમામ વર્ગના લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે. આરોગ્ય મંત્રાલયે એ પણ જણાવ્યુ કે 64 ટકા લોકો એવા છે, જે માસ્ક પહેરીને માત્ર પોતાનું મોઢું ઢાકે છે, નાકને ઢાંકતા નથી.
સાંકેતિક તસ્વીર
2 ટકા લોકો માસ્કને ગરદન સાથે લટકાવેલુ રાખે છે
અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે માત્ર 14 ટકા લોકો સાચી રીતે માસ્ક પહેરે છે. જેમાં નાક, મોંઢુ અને દાઢી (Chin) ઢંકાયેલી રહે છે. જ્યારે માત્ર 20 ટકા લોકો દાઢીથી (Chin) ઉપર માસ્ક પહેરે છે અને બે ટકા લોકો ગરદન પર લટકાવેલુ રાખે છે.
આપને જણાવી દઈએ કે આરોગ્ય મંત્રાલયે દેશના 25 શહેરોમાં 2000 લોકો પર સર્વે કર્યો અને તે સર્વેમાં આ તમામ વિગતો સામે આવી છે. આરોગ્ય મંત્રાલય પ્રમાણે ગુરુવારે ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે કોવિડ-19ને લઈ કહ્યું કે એયરોસોલ દૂર સુધી જાય છે અને એવામાં ડબલ ફેસ માસ્ક પહેરવાની તથા સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવાની સલાહ આપવામાં આવે છે.
આ ઉપરાંત અન્ય એક્સપર્ટ જણાવે છે કે સંક્રમિતના એકવાર ખાંસવાથી 200 કરોડ વાયરસ નીકળે છે. સંક્રમિત વ્યક્તિની આસપાસ બેસીને ચા પી રહ્યા છો તો પણ વાયરસ નિકળે છે. માસ્કનો ઉપયોગ સાચી રીતે થવો જોઈએ. એક્સપર્ટ જણાવે છે કે 80-90 ટકા બચાવ માસ્કથી થઈ શકે છે.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં કોરોના રસીકરણમાં જમ્મુ જિલ્લો અવ્વલ, 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યો