કોરોના વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં Jammu જિલ્લો જમ્મુ-કાશ્મીરમાં 45 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણના સો ટકા લક્ષ્યાંકને પહોંચી વળતાં 100 ટકા રસીકરણ કરનારો પ્રથમ જીલ્લો બની ગયો છે. જયારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું રસીકરણ કુપવાડા જિલ્લામાં 27.70 ટકા થયું છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 62.66 ટકા લોકોને રસી આપવામાં આવી છે.
Jammu માં ગુરુવારે 2167 લોકોના રસીકરણ સાથે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 572994 લોકોને રસી આપવાનું લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમા જમ્મુ ડિવિઝનમાં, ઉધમપુરમાં 64.35 ટકા, રાજોરીમાં 55. 69 ટકા, કઠુઆમાં 67.98 ટકા. પૂંચમા 58.28 ટકા, રામબનમાં 68.19 ટકા. ડોડામાં 49.21 ટકા, કિશ્તવાડમાં. 66.76 ટકા. રિયાસીમાં 55.63 ટકા અને સાંબામાં. 94.90 ટકા રસીકરણ પૂર્ણ થયું છે. જમ્મુ વિભાગમાં 88.64 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.
કાશ્મીર વિભાગમાં શોપિયામા પણ મહત્તમ 97.72 ટકા લોકોને રસી આપવામાં આવી
તેવી જ રીતે કાશ્મીર વિભાગમાં શોપિયામા પણ મહત્તમ 97.72 ટકા લોકોને રસી આપવામાં આવી છે. અનંતનાગમાં 51.13 ટકા કુલગામ-58.94 ટકા, પુલવામામાં 49.87 ટકા, શ્રીનગરમાં 35.72 ટકા, બડગામમાં 65.48 ટકા , બારામુલ્લામાં -62.96 ટકા, બંદીપોરામાં 67.60 ટકા, અને ગાંદરબલમાં 96.47 ટકા લોકોને રસી આપવામાં આવી છે. કાશ્મીર વિભાગમાં 45 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણની ટકાવારી 61.35 ટકા છે.
રાજ્યમાં રસીકરણ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ
જમ્મુ-કાશ્મીરમાં રસીકરણની ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. રાષ્ટ્રીય સરેરાશ 32.17 ટકા છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 62.66 ટકા છે. જમ્મુ વિભાગમાં 2862436 અને કાશ્મીરમાં 1339720 લોકોને રસી આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ સમયે રસીકરણ તેમજ કોરોનાના સંદર્ભમાં આરોગ્ય સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સંખ્યા બેડની સંખ્યામાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.