Corona Vaccination: કેન્દ્રએ વેક્સિનેશન ઝડપી કરવા પર મુક્યો ભાર, દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનેશનનો આંકડો 83 કરોડને પાર

Corona Vaccination: કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં ફ્રી અને અન્ય માધ્યમો દ્વારા રસીના 80.13 કરોડ (80,13,26,335)થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઉપલબ્ધ કરાવ્યા છે. આ સાથે 48 લાખથી વધુ (48,00,000) રસી મોકલવા માટે તૈયાર છે.

Corona Vaccination: કેન્દ્રએ વેક્સિનેશન ઝડપી કરવા પર મુક્યો ભાર, દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનેશનનો આંકડો 83 કરોડને પાર
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 11:34 PM

દેશમાં કોરોના વાઈરસને (Corona Virus)  નાબૂદ કરવા માટે વિશ્વનું સૌથી મોટું રસી (Vaccine) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બુધવારે સાંજે 7 વાગ્યા સુધી 64 લાખથી વધારે (64,98,274) રસીના (Vaccine)  ડોઝ આપવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં 83 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે  દેશમાં કોરોનાના ગંભીર તબક્કાથી લોકોને બચાવવા માટે રસીકરણ અભિયાનની નિયમિત સમીક્ષા અને દેખરેખ રાખવામાં આવી રહી છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

દેશવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ (HCW)ને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન વર્કર્સ (FLW)નું રસીકરણ 2 ફેબ્રુઆરીએ શરૂ થયું. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ -19 રસીકરણનો વ્યાપ વધારવા અને લોકોને રસી આપવાની ગતિને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે. કોરોનાની રસી બધાને ઉપલબ્ધ કરાવવા માટે નવો તબક્કો 21 જૂન 2021થી શરૂ કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે વધુને વધુ રસીઓની ઉપલબ્ધતા દ્વારા રસીકરણ અભિયાનની ગતિમાં વધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીઓની ઉપલબ્ધતા વિશે અગાઉથી માહિતી આપવામાં આવે છે, જેથી તેઓ સારી યોજના સાથે રસી લગાવવાનું આયોજન કરી શકે અને રસી સપ્લાઈ ચેઈનને પણ સુધારી શકાય.

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ભાગરૂપે કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફત કોવિડ રસીઓ આપીને પુરતો સહકાર આપી રહી છે. રસી ઉપલબ્ધતાના નવા તબક્કામાં 75 ટકા રસી કેન્દ્ર સરકાર દ્વારા રસી ઉત્પાદકો પાસેથી ખરીદવામાં આવી રહી છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફત આપવામાં આવી રહી છે.

હાલમાં રાજ્યો પાસે 4.52 કરોડથી વધુ રસી ડોઝ  ઉપલબ્ધ

તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે અત્યાર સુધી ફ્રી અને અન્ય માધ્યમો દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 80.13 કરોડ (80,13,26,335) ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે. આ સાથે 48 લાખથી વધુ (48,00,000) રસી મોકલવા માટે તૈયાર છે. હાલમાં કોવિડ -19 રસીના 4.52 કરોડથી વધુ (4,52,07,660) વધારાના અને ઉપયોગમાં લેવાના બાકી હોય તેવા ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે, જેને હવે લગાવવામાં આવશે.

આ પણ વાંચો :  Maharashtra: પરમબીર સિંહની મુશ્કેલીઓ વધી, રાજ્ય સરકારે અન્ય એક કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોને તપાસને આપી મંજૂરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">