Maharashtra: પરમબીર સિંહની મુશ્કેલીઓ વધી, રાજ્ય સરકારે અન્ય એક કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોને તપાસને આપી મંજૂરી
પરમબીર સિંહની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને અન્ય કેસમાં તપાસ કરવાની પરવાનગી આપી છે. પોલીસ ઈન્સ્પેક્ટર બી.આર. ઘાડગેએ એપ્રિલ મહિનામાં પરમબીર સામે એફઆઈઆર દાખલ કરી હતી અને તેમના પર ગુનાહિત ષડયંત્ર રચવાનો, પુરાવાનો નાશ કરવાનો અને એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપ લગાવ્યો હતો.
મુંબઈ પોલીસના (Mumbai Police) પૂર્વ કમિશ્નર પરમબીર સિંહ વિરુદ્ધ અન્ય એક મામલાની તપાસ માટે રાજ્ય સરકારે એન્ટી કરપ્શન બ્યુરોને (Anti corruption Bureau) મંજુરી આપી દીધી છે. પોલીસ ઈન્સ્પેક્ટર બી.આર. ઘાડગેએ એપ્રિલમાં પરબીર સિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને તેમના પર ગુનાહિત ષડયંત્ર રચવાનો, પુરાવાનો નાશ કરવાનો અને એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપ લગાવ્યો હતો.
આ પહેલા ગાંવ દેવી પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઈન્સ્પેક્ટર અનૂપ ડાંગેએ આરોપ લગાવ્યો હતો કે પરમબીરે ડાંગેના સસ્પેન્શન દરમિયાન એક સંબંધી મારફતે ફરી નોકરી પર લેવા માટે 2 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી.
પરમબીર ચંડીવાલ ન્યાયિક આયોગ સમક્ષ હાજર થયા ન હતા
બીજી બાજુ વકીલ શિશિર, ચંડીવાલ ન્યાયિક આયોગે કહ્યું છે કે રાજ્ય દ્વારા નિયુક્ત ચંડીવાલ ન્યાયિક આયોગે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહને 6 ઓક્ટોબર સુધીમાં ફરી હાજર થવા માટે બોલાવ્યા છે. તેમણે કહ્યું કે પરમબીર સિંહ છેલ્લા કેટલાક મહિનાઓમાં વારંવાર સમન્સ પાઠવવા છતાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે રચાયેલા ચંડીવાલ કમિશન સમક્ષ હાજર થયા નથી.
અનિલ દેશમુખે 17 કરોડની આવક છુપાવી
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે 17 કરોડ રૂપિયાની આવક છુપાવી છે. દેશમુખ અને તેમના પરિવારે ઘણી બનાવટી કંપનીઓમાં નાણાંની લેવડદેવડ કરી હતી. આવકવેરા વિભાગે આ અંગે સ્પષ્ટતા કરી છે. આવકવેરા વિભાગે આ સંદર્ભમાં એક પત્ર જાહેર કર્યો છે. આવકવેરા વિભાગે સોમવારે આ માહિતી આપી હતી.
આવકવેરા વિભાગે દેશમુખ અને તેમના પરિવાર સાથે જોડાયેલા એક ટ્રસ્ટમાં નાણાંની લેવડદેવડમાં ગેરરીતિ પણ શોધી કાઢી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે સ્પષ્ટતા કરી હતી કે સર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે 17 કરોડ રૂપિયાની આવક છુપાવવામાં આવી છે.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર નાગપુરની એક પ્રમુખ જાહેર હસ્તી અને તેના પરિવારના સભ્યોના સંદર્ભમાં ભૂતકાળમાં તપાસ કરવામાં આવી છે અને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. નાગપુર અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં શિક્ષણ ક્ષેત્ર, વેરહાઉસિંગ અને કૃષિ વ્યવસાય ક્ષેત્રે આ પરિવાર કાર્યરત છે.
આનાથી સંબંધિત નાગપુર, મુંબઈ, નવી દિલ્હી અને કોલકાતામાં 30થી વધુ સ્થળો પર દરોડા પાડીને તપાસ અને સર્વે હાથ ધરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં ઘણા ગુનાહિત કાગળો અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, 25 કરોડના હેરોઈન સાથે માતા-પુત્રીની ધરપકડ