SBI Clerk Mains Admit Card 2021 : SBI ક્લાર્ક મેઈન્સ પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
જે ઉમેદવારો પ્રિલિમ પરીક્ષામાં પાસ થયા છે તે ઓફિશિયલ વેબસાઈટ ibpsonline.ibps.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
SBI Clerk Mains Admit Card 2021 : SBI ક્લાર્ક ભરતીની મુખ્ય પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ (Admit Card) જારી કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી છે,તેઓ સત્તાવાર વેબસાઇટ- ibpsonline.ibps.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. તમને જણાવી દઈએ કે SBI પ્રિલિમનું પરિણામ જાહેર થઈ ગયું છે.
આ તારીખે યોજાશે SBI ક્લાર્ક મેઈન્સ પરીક્ષા
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 21 સપ્ટેમ્બરના રોજ ક્લાર્ક ભરતી પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, SBI દ્વારા 27 એપ્રિલના રોજ અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોને ઓનલાઈન અરજી (Online Application) કરવા માટે 20 મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પ્રિલિમ પરીક્ષાનું એડમિટ કાર્ડ 29 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યુ હતુ તેમજ પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે SBI ક્લાર્ક મેઈન્સ પરીક્ષા 1 અને 17 ઓક્ટોબર 2021 ના રોજ યોજાશે.
આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ
Step:1 સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ibpsonline.ibps.in પર જાઓ
Step:2 વેબસાઈટના હોમ પેજ પર આપવામાં આવેલ RECRUITMENT OF JUNIOR ASSOCIATES (CUSTOMER SUPPORT & SALES) ની લિંક પર ક્લિક કરો.
Step:3 હવે Online Main Exam Call Letter લિંક પર ક્લિક કરો.
Step:4 હવે લોગીન કરવા માટે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો.
Step:5 એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
Step:6 તેને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
મેઈન્સ પરીક્ષા પેટર્ન
જે ઉમેદવારોએ SBI ક્લાર્ક પ્રિલિમ પરીક્ષા પાસ કરી છે તે મેઈન્સ પરીક્ષા (Mains Exam) આપી શકશે. મેઈન્સ પરીક્ષામાં કુલ 4 વિષયો છે. તેમાં રીઝનિંગ અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડના 50 પ્રશ્નો અને આ વિષયના 60 ગુણ છે. અંગ્રેજી વિષયમાંથી 40 પ્રશ્નો પૂછવામાં આવે છે અને દરેક પ્રશ્ન એક ગુણનો હોય છે. તેમજ 50 પ્રશ્નો QA માંથી 50 ગુણ માટે પૂછવામાં આવે છે અને 50 પ્રશ્નો ફાઈનેંશિયલ અવેરનેસ વિષયમાંથી પણ પ્રશ્નો પૂછવામાં આવશે. મેઈન્સ પરીક્ષામાં કુલ 190 પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ પેપર સંપૂર્ણ 200 ગુણનું હોય છે, ઉપરાંત પરીક્ષાનો સમય 2 કલાક 40 મિનિટનો રહેશે.
આ પણ વાંચો: GATE 2022: એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે નોંધણીની અંતિમ તારીખ નજીક, આ રીતે કરો અરજી
આ પણ વાંચો: Railway Recruitment 2021: રેલવેમાં 10 પાસ લોકો માટે અનેક ખાલી જગ્યા, પરીક્ષા વગર મળશે નોકરી