AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Third Wave : ‘આગામી 6થી 8 અઠવાડિયામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, જેને રોકવી અશક્ય છે’ : રણદીપ ગુલેરિયા

Corona Third Wave : ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આપણે અનલૉકની પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ ફરી દેશમાં કોવિડ પ્રોટોકોલનો અભાવ છે. વધુમાં વધુ લોકોને રસી આપવાનું આયોજન છે.

Corona Third Wave : 'આગામી 6થી 8 અઠવાડિયામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, જેને રોકવી અશક્ય છે' : રણદીપ ગુલેરિયા
Corona Third Wave:
| Updated on: Jun 19, 2021 | 1:12 PM
Share

Corona Third Wave : ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આપણે અનલૉકની પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ ફરી દેશમાં કોવિડ પ્રોટોકોલનો અભાવ છે. વધુમાં વધુ લોકોને રસી આપવાનું આયોજન છે.

એઈમ્સના વડા ડૉ.રણદીપ ગુલેરિયાએ શનિવારે કહ્યું હતું કે, કોરોના રોગચાળાની ત્રીજી લહેર આગામી 6-8 અઠવાડિયામાં દેશમાં આવી શકે છે અને, કોરોનાની ત્રીજી લહેરને રોકવી અશક્ય છે. વળી એમ પણ કહ્યું કે દેશમાં મુખ્ય પડકાર મોટી સંખ્યામાં જનતાને રસી આપીને વધુ લોકોને આવરી લેવાનું છે અને કોવિશિલ્ડ રસીનું અંતર વધારવું આ ખોટું નથી, કારણ કે આમાંથી વધુ લોકોને બચાવી શકાય છે.

ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આપણે અનલૉક કરવાનું શરૂ કર્યું છે, પરંતુ ફરીથી કોવિડ પ્રોટોકોલનો અભાવ જોવા મળી રહ્યો છે. પ્રથમ અને બીજી લહેરમાં વચ્ચે જે બન્યું તેમાંથી આપણે શીખ્યા નથી. ફરી દેશમાં લોકોની ભીડ વધી રહી છે. અને લોકો ખરીદી અને ફરવાના બહાને એકઠા થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે કોરોના કેસની સંખ્યામાં વધારો થવામાં થોડો સમય લાગશે. અને તે આગામી છથી આઠ અઠવાડિયામાં થઈ શકે છે અથવા થોડો સમય લેશે.

અત્યાર સુધીમાં દેશની લગભગ 5 ટકા વસ્તીને બંને ડોઝ પ્રાપ્ત થયા છે.

તેમણે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર તેના પર નિર્ભર છે કે આપણે કોવિડ પ્રોટોકોલ અને ભીડને અટકાવવાના મામલે કેવી રીતે આગળ વધીએ છીએ, કોવિડ પ્રોટોકોલનું પાલન અનિવાર્ય છે. દેશની વસ્તીના માત્ર 5 ટકા લોકોને હજી સુધી બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ વર્ષના અંત સુધીમાં દેશના 130 કરોડ લોકોમાંથી 108 કરોડ લોકોને રસી આપવાનું સરકારનું લક્ષ્ય છે અને આ મુખ્ય પડકાર છે.

કોવિડ પ્રોટોકોલ સાથે સખત દેખરેખ જરૂરી છે

તેમણે કહ્યું કે નવી કોરોનાની લહેર સામાન્ય રીતે ત્રણ મહિના સુધીનો સમય લે છે, પરંતુ, વિવિધ પરિબળોના આધારે તે ઘણો ઓછો સમય લેશે. ઉપરાંત, કોવિડ પ્રોટોકોલ સિવાય, આપણે કડક દેખરેખની ખાતરી કરવાની જરૂર છે. છેલ્લી વખત અમે એક નવું વેરિઅન્ટ જોયું, જે બહારથી આવ્યું અને અહીં વિકસ્યું.

Follow Us
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">