Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનાના ભયાનક દૃશ્યો, જુઓ Video
ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોના મોત થયા છે અને 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. હાલ ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા હવે વધી શકે છે. બીજી તરફ, ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.
ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં બહનાગા રેલવે સ્ટેશન પાસે ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોના મોત થયા છે અને 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. હાલ ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા હવે વધી શકે છે. બીજી તરફ, ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.
આ પણ વાંચો: Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો રદ, ઘણા રૂટ ડાયવર્ટ, જાણો સંપૂર્ણ યાદી
અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે સાંજે લગભગ 7 વાગે હાવડા-બેંગલુરુ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ઓડિશાના બેહંગાબજાર નજીકના ટ્રેક પર પડ્યા હતા. દરમિયાન, 12841 શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ તે ટ્રેક પર આવી અને પલટી ગયેલા કોચ સાથે અથડાઈ. જેના કારણે કોરોમંડલના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને બાજુના ટ્રેક પરથી પસાર થતી માલગાડી સાથે અથડાઈ. ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકોએ મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. બાદમાં NDRF, રાજ્ય સરકાર અને એરફોર્સે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી.
#Odisha: Rescue operations underway at Balashore where two passenger trains and one goods train met with an accident yesterday, killing 233 people and injuring 900#OdishaTrainAccident #OdishaTrainTragedy #TV9News pic.twitter.com/eomkixgQoZ
— Tv9 Gujarati (@tv9gujarati) June 3, 2023
સાત કોચ પલટી, 15 પાટા પરથી ઉતરી ગયા
અકસ્માતમાં કોરોમંડલ એક્સપ્રેસના સાત ડબ્બા પલટી ગયા, ચાર ડબ્બા રેલ સીમાની બહાર ગયા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કુલ 15 કોચ પાટા પરથી ઉતરી ગયા છે.
#Odisha: Latest visuals from the site where the deadly Balashore train mishap took place#OdishaTrainAccident #OdishaTrainTragedy #TV9News pic.twitter.com/nbO82RbT52
— Tv9 Gujarati (@tv9gujarati) June 3, 2023
#Odisha | People queue up in Balasore to donate blood after the horrific train accident in Balasore yesterday. As per officials, as of now 233 people have died and around 900 are injured.#OdishaTrainAccident #OdishaTrainTragedy #TV9News pic.twitter.com/iNTGq0OSXT
— Tv9 Gujarati (@tv9gujarati) June 3, 2023
Railways Minister #AshwiniVaishnaw reaches accident spot in #Balasore where three trains collided yesterday claiming the lives of 233 people and injuring around 900 #OdishaTrainTragedy #OdishaTrainMishap #TV9News pic.twitter.com/Jx7NKEE06b
— Tv9 Gujarati (@tv9gujarati) June 3, 2023
વળતરની જાહેરાત કરી
અકસ્માત પછી, રેલવે મંત્રાલયે વળતરની જાહેરાત કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના નજીકના પરિજનોને રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને રૂ. 2 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી.
#WATCH | Morning visuals from the site in Odisha’s Balasore district where two passenger trains and one goods train met with an accident yesterday
Rescue operations underway pic.twitter.com/gBn45RzncG
— ANI (@ANI) June 3, 2023
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી આપવાની જાહેરાત કરી હતી.
#WATCH ओडिशा: चेन्नई हावड़ा कोरोमंडल एक्सप्रेस ओडिशा के बालासोर में बहानागा स्टेशन के पास पटरी से उतर गई। कई यात्रियों के घायल होने की सूचना है। pic.twitter.com/biCwTPw3Jw
— ANI_HindiNews (@AHindinews) June 2, 2023