રાહુલ ગાંધીના પબ વીડિયો પર કોંગ્રેસે કર્યો પલટવાર, પ્રકાશ જાવડેકરનો શેમ્પેન સાથેનો ફોટો શેર કરીને પૂછ્યું- Who Is This?

જણાવી દઈએ કે મંગળવારે રાહુલ ગાંધીના (Rahul Gandhi) પબના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા હતા. સવારથી જ બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે.

રાહુલ ગાંધીના પબ વીડિયો પર કોંગ્રેસે કર્યો પલટવાર, પ્રકાશ જાવડેકરનો શેમ્પેન સાથેનો ફોટો શેર કરીને પૂછ્યું- Who Is This?
Prakash Javadekar - BJP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 5:57 PM

કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) આ સમયે નેપાળની પોતાની અંગત મુલાકાતે ગયા છે. દરમિયાન ભાજપે મંગળવારે તેમનો એક વીડિયો શેર કરીને તેમના પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં તે પબમાં જોવા મળી રહ્યો છે. આના પર કોંગ્રેસે પણ રાહુલ ગાંધીના બચાવમાં ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસે બીજેપી નેતા પ્રકાશ જાવડેકરનો (Prakash Javadekar) એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ શેમ્પેનની બોટલ ખોલતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના નેતા અને સાંસદ મણિકમ ટાગોરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પ્રકાશ જાવડેકરનો આ ફોટો શેર કર્યો અને પૂછ્યું – આ કોણ છે?

જણાવી દઈએ કે મંગળવારે રાહુલ ગાંધીના પબના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા હતા. સવારથી જ બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ રાહુલ ગાંધીનો આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.

કોંગ્રેસ-ભાજપ સામસામે

રિજિજુએ વીડિયો સાથે લખ્યું છે કે, વેકેશન, પાર્ટી, હોલિડે, પ્લેઝર ટ્રિપ કે પ્રાઈવેટ ફોરેન ટ્રિપ દેશ માટે હવે નવી વાત નથી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વીડિયો સામે આવ્યા બાદ કહ્યું, રાહુલ ગાંધી મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે નેપાળ ગયા છે. લગ્નમાં સામેલ થવું અત્યાર સુધી દેશમાં અપરાધની શ્રેણીમાં આવતું નથી. કદાચ આજથી ભાજપ નક્કી કરશે કે મિત્રો બનાવા કે લગ્નમાં હાજરી આપવી ગેરકાયદેસર છે.

અમે પાર્ટી માટે કામ કરીએ છીએ અને તેઓ પાર્ટી કરે છે

બીજી તરફ બીજેપી નેતા અને બિહાર સરકારમાં મંત્રી શાહનવાઝ હુસૈને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું છે કે રાહુલ ગાંધીને પાર્ટી કરતા કોઈ રોકી શકશે નહીં. તે પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવવા કરતાં આ પાર્ટીઓમાં વધુ જોડાય છે. અમે અમારા રાજકીય પક્ષો માટે કામ કરીએ છીએ, પરંતુ તેઓ પાર્ટીઓમાં જોડાય છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીની મહિલા મિત્ર કોણ છે? જેના લગ્નમાં કોંગ્રેસના નેતા નેપાળ ગયા છે

આ પણ વાંચો : રાહુલ ગાંધી નેપાળની નાઈટ ક્લબમાં પાર્ટી કરતા જોવા મળ્યા, ભાજપ ઉઠાવી રહી છે સવાલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">