ચૂંટણી પરિણામોમાં હાર બાદ એક્ટિવ થયું કોંગ્રેસનું G-23 ગ્રુપ, રાહુલ ગાંધીના નેતૃત્વ પર કરી ચર્ચા, ઝડપી જ થઈ શકે છે આગામી બેઠક

બેઠકની શરૂઆત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાનો સાધતા થઈ. રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવવામાં આવ્યો કે રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદ છોડી ચૂક્યા છે તો પછી કેવી રીતે પંજાબમાં મુખ્યપ્રધાનનો ચહેરો આપવા માટે, ચન્નીને સીએમનો ચહેરો જાહેર કરી રહ્યા હતા.

ચૂંટણી પરિણામોમાં હાર બાદ એક્ટિવ થયું કોંગ્રેસનું G-23 ગ્રુપ, રાહુલ ગાંધીના નેતૃત્વ પર કરી ચર્ચા, ઝડપી જ થઈ શકે છે આગામી બેઠક
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 5:16 PM

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામોમાં તમામ જગ્યાએ કોંગ્રેસ (Congress)ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં સુધારાની માંગ ઉઠવાને લઈ ગઈકાલે G-23 નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. સુત્રો મુજબ રાજ્યસભાના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદના (Gulam Nabi Azad) નિવાસસ્થાન પર થઈ રહેલી આ બેઠકમાં કપિલ સિબ્બલ (Kapil Sibbal), અખિલેશ પ્રસાદ સિંહ, મનીષ તિવારી અને ઘણા અન્ય નેતા સામેલ થયા હતા. આ બેઠક દિલ્હીમાં યોજાઈ. સુત્રો મુજબ મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર નિર્ણય થયો.

બેઠકની શરૂઆત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાનો સાધતા થઈ. રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવવામાં આવ્યો કે રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદ છોડી ચૂક્યા છે તો પછી કેવી રીતે પંજાબમાં મુખ્યપ્રધાનનો ચહેરો આપવા માટે, ચન્નીને સીએમનો ચહેરો જાહેર કરી રહ્યા હતા. યુપીમાં પ્રિયંકા ગાંધીનાના પ્રદર્શનને લઈને પણ સવાલ કરવામાં આવ્યા છે. બેઠકમાં કહેવામાં આવ્યું કે પ્રિયંકાની મહેનત યુપીમાં કેમ કારગર સાબિત ના થઈ, મહેનત છતાં સફળતા ના મળવી પાર્ટીની કેન્દ્રીય નીતિઓ પર સવાલ છે. કેન્દ્રીય સ્તર પર ક્યાં ખામીઓ છે, તે પણ એક મોટો સવાલ છે.

બેઠકમાં G-23ના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર સવાલો ઉઠાવત કહ્યું કે સોનિયા ગાંધીએ અધ્યક્ષ તરીકે સક્રિય રહેવું જોઈએ કે પછી આમૂલ પરિવર્તન કરવું જોઈએ, પરિસ્થિતિ અનુસાર પાર્ટીએ આગળ વધવું જોઈએ. જ્યારે G21 બેઠકમાં 6 નેતાઓની બેઠકમાં તે પણ નક્કી કરવામાં આવ્યું કે અન્ય નેતાઓ જે દિલ્હીની બહાર છે, તેમને બપોરે વિગતવાર જણાવવામાં આવશે. તેમનો અભિપ્રાય લીધા બાદ અંતિમ રણનીતિ પર મહોર મારવામાં આવશે. ગ્રુપની વધુ એક મીટિંગ શક્ય છે.

ફરી થઈ શકે છે બેઠક

જણાવી દઈએ કે કોંગ્રેસ વર્કિગ કમિટિ પહેલા G-23ના નેતા વધુ એક બેઠક કરી શકે છે. જેની જાણકારી ગુરૂવારે કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરેજવાલાએ આપી હતી. તેમને જણાવ્યું કે પાર્ટીએ પરિણામોનું આત્મનિરિક્ષણ કરવા માટે ઝડપી જ CWCની મીટિંગ બોલાવવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસના G-23 નેતાઓનું જૂથ એ જ હતું, જેણે ઓગસ્ટ 2020માં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાં સક્રિય અધ્યક્ષ અને સંગઠનમાં ફેરફારની માંગ કરી હતી. હાલમાં આનંદ શર્મા, અખિલેશ પ્રસાદ સિંહ, કપિલ સિબ્બલ, હુડ્ડા અને મનીષ તિવારી સહિત 6 નેતાઓ ગુલામ નબી આઝાદના ઘરે મળ્યા હતા, જેઓ દિલ્હીમાં હાજર હતા.

આ પણ વાંચો: NSE Scam: શું આનંદ સુબ્રમણ્યમ જ છે કથીત રહસ્યમય યોગી? CBIએ કર્યો મોટો ખુલાસો

આ પણ વાંચો: PF Interest Rate: હોળી પહેલા કેન્દ્ર સરકારનો કર્મચારીઓને ઝટકો, EPFOએ PFના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જે છેલ્લા 40 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ દર

g clip-path="url(#clip0_868_265)">