PF Interest Rate: હોળી પહેલા કેન્દ્ર સરકારનો કર્મચારીઓને ઝટકો, EPFOએ PFના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જે છેલ્લા 40 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ દર
પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બે દિવસીય બેઠક શુક્રવારે ગુવાહાટીમાં શરૂ થઈ. બેઠકમાં ઉંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ શનિવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
હોળી પહેલા સરકારે કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે, જેનાથી દેશના લગભગ છ કરોડ નોકરિયાત લોકોને સીધા નિરાશ થવા જઈ રહ્યા છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બે દિવસીય બેઠક શુક્રવારે ગુવાહાટીમાં શરૂ થઈ. બેઠકમાં ઉંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ શનિવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. EPFOએ જમા રકમ પરના વ્યાજ દરમાં ફેરફાર કરીને તેને 8.5 થી ઘટાડીને 8.1 ટકા કર્યો છે. ત્યારે સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે મીટિંગની શરૂઆત પહેલા, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ બે દિવસીય બેઠકમાં, વર્તમાન નાણાકીય વર્ષ માટે ભવિષ્ય નિધિ (PF) વ્યાજ સહિત ઘણા પ્રસ્તાવો પર મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CBT ચાલુ નાણાકીય વર્ષમાં વ્યાજ દર ઘટાડવા અથવા તેને સ્થિર રાખવાનો નિર્ણય લઈ શકે છે.
જો કે, એવો અંદાજ હતો કે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તો 8.35 થી 8.45 ટકાની રેન્જમાં રાખવામાં આવી શકે છે. પરંતુ સંસ્થાએ આ 8.1 ટકા ફિક્સને મંજૂરી આપી છે. હવે CBTના નિર્ણય પછી, 2021-22 માટે EPF ડિપોઝિટ પર વ્યાજ દર સંમતિ માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. નાણા મંત્રાલય દ્વારા સરકાર દ્વારા પુષ્ટિ કર્યા પછી જ EPFO વ્યાજ દર પ્રદાન કરે છે.
છેલ્લા ચાર દાયકામાં સૌથી નીચો વ્યાજ દર
રિપોર્ટ અનુસાર, EPFO દ્વારા નક્કી કરવામાં આવેલ આ વ્યાજ દર 1977-78 પછી ચાર દાયકાથી વધુ સમયથી સૌથી નીચો છે. જ્યારે EPFનો વ્યાજ દર 8 ટકા હતો. જણાવી દઈએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) એ માર્ચ 2021માં 2020-21 માટે EPF થાપણો પર 8.5 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો.
અહીં, જો તમે છેલ્લા નાણાકીય વર્ષોમાં PF ખાતામાં થાપણો પર EPFO દ્વારા પ્રાપ્ત વ્યાજ દરો પર નજર નાખીએ તો EPFOએ નાણાકીય વર્ષ 2020-21 અને અગાઉના નાણાકીય વર્ષમાં 8.5 ટકા વ્યાજ નક્કી કર્યું હતું. અગાઉ 2018-19માં EPFO પર 8.65 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. EPFOએ 2016-17 અને 2017-18માં પણ 8.65 ટકા વ્યાજ ચૂકવ્યું હતું. તે જ સમયે, વ્યાજ દર 2015-16માં 8.8 ટકા, 2013-14 અને 2014-15માં પણ 8.75 ટકા હતો.
આ પણ વાંચો: DAP, NPK, Neem અને Urea ખાતરનો ક્યારે અને કેટલા પ્રમાણમાં કરવો જોઈએ ઉપયોગ ? જાણો તમામ વિગત