Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghulam Nabi Azadને પદ્મ ભૂષણ બાદ ફરી સામે આવી Congressમાં તકરાર, જાણો આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાની પ્રતિક્રિયા

આસામના સીએમએ Himanta Sarmaએ કહ્યું કે આઝાદજી એક પ્રતિષ્ઠિત રાજકારણી, સજ્જન અને રાષ્ટ્રવાદી છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પદ્મ ભૂષણથી સન્માનિત કરવાના નિર્ણય બદલ આભાર માનું છું.

Ghulam Nabi Azadને પદ્મ ભૂષણ બાદ ફરી સામે આવી Congressમાં તકરાર, જાણો આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાની પ્રતિક્રિયા
Assam CM Himanta Biswa Sarma, Ghulam Nabi Azad (File Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:25 PM

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ(Himanta Biswa Sarma) બુધવારે કહ્યું કે હું ગુલામ નબી આઝાદને(Ghulam Nabi Azad) ઘણા વર્ષોથી ઓળખું છું. આઝાદજી એક પ્રતિષ્ઠિત રાજકારણી, સજ્જન અને રાષ્ટ્રવાદી છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમને પદ્મ ભૂષણથી(Padma Bhushan) સન્માનિત કરવાના નિર્ણય બદલ આભાર માનું છું. આ પહેલા કોંગ્રેસના(Congress) વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે(Kapil Sibal) ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરાત કરવા બદલ પોતાની જ પાર્ટી પર કટાક્ષ કર્યો હતો.

તેમણે કહ્યું કે આ વિડંબના છે કે જ્યારે દેશ તેમના યોગદાનનો સ્વીકાર કરી રહ્યો છે ત્યારે કોંગ્રેસને આઝાદની સેવાઓની જરૂર નથી. સિબ્બલે ટ્વિટ કર્યું, ‘ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. અભિનંદન ભાઈ. જ્યારે રાષ્ટ્ર જાહેર જીવનમાં તેમના યોગદાનને સ્વીકારે છે ત્યારે કોંગ્રેસને તેમની સેવાઓની જરૂર નથી તે વિડંબના છે.’ તો, કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ આઝાદને અભિનંદન આપ્યા હતા જ્યારે બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે મંગળવારે આઝાદ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો.

ગરમીમાં પણ છતની ટાંકીનું પાણી નહીં થાય ગરમ ! અજમાવો આ 3 ટ્રિક
Vitamin B12: ઉનાળામાં વિટામિન B12 ની ઉણપ કેવી રીતે દૂર કરવી?
IPL 2025ની એન્કર નશપ્રીત કૌરની આ 8 ગ્લેમરસ તસવીરોએ મચાવી ધૂમ ! જુઓ અહીં
ભગવાનની મૂર્તિ કે તસવીર પરથી ફૂલનું પડવું શુભ કે અશુભ? જાણો અહીં
Vastu Tips : ઘરે ખરેખર કાળા રંગનું માટલું રાખવું જોઈએ ? જાણો
આજનું રાશિફળ તારીખ : 22-03-2025

જણાવી દઈએ કે ગુલામ નબી આઝાદને આ સન્માન એવા સમયે મળી રહ્યું છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી બહુ દૂર નથી. આઝાદની ગણતરી કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ સંસદમાં(Parliament) તેમના જોરદાર વખાણ કર્યા હતા. ગયા વર્ષે એક કાર્યક્રમમાં ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે લોકોએ નરેન્દ્ર મોદી પાસેથી શીખવું જોઈએ. તેઓ દેશના વડાપ્રધાન બન્યા પરંતુ પોતાના મૂળને ભૂલ્યા નથી. તે ગર્વથી પોતાને ચાવાળો કહે છે. તેમની સાથે મારા રાજકીય મતભેદો છે પરંતુ પીએમ ગ્રાસરૂટ વ્યક્તિ છે.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રાજ્યસભામાંથી (Rajya Sabha) વિદાય લેતા ગુલામ નબી આઝાદના કાર્યકાળના અંતે પીએમ મોદીએ આઝાદ માટે વિદાય ભાષણ આપ્યુ હતુ જે લોકો ભૂલી શક્યા નથી. સંસદમાં લગભગ ત્રણ દાયકા વિતાવનારા ગુલામ નબી આઝાદની વિદાય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ખૂબ જ ભાવુક થઈ ગયા. પીએમ મોદીએ આઝાદ સાથે વિતાવેલી પળોને  યાદ કરી હતી.

આ પણ વાંચો:

Shivangi Singh: Rafale ફાઈટર પ્લેન ઉડાવનાર ભારતની એકમાત્ર મહિલા પાઈલટે Republic Day પરેડમાં ભાગ લીધો

આ પણ વાંચો:

2 પગ, 4 હાથ અને 2 હૃદય ! જોડિયા ભાઈઓની અનોખી કહાની, બે અલગ અલગ વોટર કાર્ડથી પહેલીવાર કરશે મતદાન

g clip-path="url(#clip0_868_265)">