Gujarati NewsNationalChandrayaan 3 received a special welcome message from chandrayaan 2
Breaking News: ‘Welcome Buddy’, ચંદ્રયાન-2એ ચાંદ પર ચંદ્રયાન-3નું આ રીતે કર્યું સ્વાગત
ચાર વર્ષ પહેલા લેન્ડિંગ થવામાં સફળ ન રહેલા ચંદ્રયાન-2 મિશનનું ઓર્બિટર હજુ પણ ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત છે. આ ઓર્બિટરે સોમવારે ચંદ્રયાન-3નું (Chandrayaan 3) સ્વાગત કર્યું છે અને બંને વચ્ચે સંપર્ક થયો છે.
ભારતનું મિશન ચંદ્રયાન-3 (Chandrayaan 3) ચંદ્ર પર લેન્ડ થવાનું છે અને હવે ચંદ્રની સપાટી માત્ર બે દિવસ દૂર છે. 23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે યોજાનાર સોફ્ટ લેન્ડિંગ પહેલા ચંદ્રયાન-3નું સ્વાગત કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3નું ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્વાગત કર્યું છે અને બંને વચ્ચે સંપર્ક થયો છે. ISROના ચંદ્રયાન-3 મિશનના સોફ્ટ લેન્ડિંગને હવે 48 કલાક બાકી છે, માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર આ મિશન પર છે. સોમવારે ચંદ્રયાન-3 દ્વારા ટ્વીટ કરીને તેની માહિતી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે ચંદ્રયાન-2ના ઓર્બિટરએ ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલનું સ્વાગત કર્યું. બંને વચ્ચે દ્વિપક્ષીય સંપર્ક સ્થાપિત થયો છે. MOX પાસે હવે લેન્ડર મોડ્યુલ સુધી પહોંચવા માટે ઘણાં માર્ગો છે. લેન્ડિંગની લાઈવ ઈવેન્ટ સાંજે 5.20 વાગ્યે શરૂ થશે.
વર્ષ 2019 માં ભારતે તેનું મિશન ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું, તે છેલ્લા વળાંક સુધી બરાબર ચાલ્યું પરંતુ સોફ્ટ લેન્ડિંગમાં સમસ્યા થઈ હતી. ચંદ્રયાન-2 ક્રેશ થયું હતું, પરંતુ તેણે પોતાનું કામ કરી દીધું હતું. ચંદ્રયાન-2નું ઓર્બિટર છેલ્લા 4 વર્ષથી ચંદ્રની આસપાસ ફરે છે અને પોતાનું કામ કરી રહ્યું છે. હવે ચાર વર્ષ પછી જ્યારે વિક્રમ લેન્ડર ફરી ચંદ્રની નજીક પહોંચ્યું છે, ત્યારે ચંદ્રયાન-2નું ઓર્બિટર એક્ટિવ થઈ ગયું છે.
ચંદ્રયાન-3 મિશનના સોફ્ટ લેન્ડિંગ સાથે જોડાયેલી મહત્ત્વની બાબતો
ISROએ ચંદ્રયાન-3ના લેન્ડિંગ માટે 23 ઓગસ્ટ એટલે કે બુધવારે સાંજે 6.4 મિનિટનો સમય નક્કી કર્યો છે. જો બધું બરાબર રહ્યું તો આ સમયે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડ થશે અને પ્રજ્ઞાન રોવર બહાર આવશે.
ચંદ્ર પર સૂર્ય ઉગતાની સાથે જ વિક્રમ લેન્ડરનું કામ શરૂ થશે અને ત્યાર બાદ જ સોફ્ટ લેન્ડિંગ થશે, ત્યારબાદ પ્રજ્ઞાન રોવર 14 દિવસ સુધી પૃથ્વીના હિસાબે પોતાનું કામ કરશે અને ચંદ્ર પર રિસર્ચ કરશે.
પ્રજ્ઞાન રોવર આ દરમિયાન વિક્રમ લેન્ડરની આસપાસ હશે, ત્યાંથી બંનેની એક્ટિવિટી કેમેરામાં કેદ થશે. વિક્રમ લેન્ડર પ્રજ્ઞાન પર નજર રાખશે, જ્યારે પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર રિસર્ચ કરશે.